પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડીની વચ્ચે ઉનાળુ કેસર કેરીનું આગમન

ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા

પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જોવા મળી રહ્યા છે

ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું

માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે 2 બોક્સ કેસર કેરી એટલે કે 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી

એક કિલો કેરીના 701 રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ

આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે.