ChatGPT પર આવ્યું જોરદાર ફીચર, માણસોની જેમ થશે વાતચીત

image credit : Google

ખૂબ જ લોકપ્રિય છે  ChatGPT 

image credit : Google

ChatGPT એ વિશ્વના સૌથી લોકપ્રિય AI ચેટબોટ્સમાંનું એક છે. તમે તેનો ઉપયોગ વિવિધ પ્લેટફોર્મ પર કરી શકો છો. કંપની તેના પર નવા ફીચર્સ એડ કરી રહી છે.

chatgpt voice assistant

image credit : Google

આવા જ એક ફીચરને કારણે ChatGPTને વોઈસ વાતચીતની સુવિધા મળે છે. આનો અર્થ એ છે કે હવે તમે આ પ્લેટફોર્મ પર ફક્ત ટેક્સ્ટ દ્વારા વાતચીત જ નહીં કરી શકો, પરંતુ તમને વૉઇસ વાતચીતની સુવિધા પણ મળશે 

પ્રશ્નનોના જવાબ આપી શકે છે ChatGPT

image credit : Google

ChatGPTને તમે એક પ્રશ્ન પૂછશો અને તે તમને જવાબ આપશે. આ અનુભવ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત જેવો હશે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે

શું હશે ખાસ? ChatGPT voiceમાં

image credit : Google

ChatGPT ની નવી સુવિધા વપરાશકર્તાઓને બોટ સાથે સામ-સામે વાતચીતનો અનુભવ આપશે. તમે બોટને પ્રશ્ન પૂછીને આની શરૂઆત કરી શકો છો

તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?

image credit : Google

આ પછી તમને જવાબ મળી જશે. તમે આગળનો પ્રશ્ન પૂછશો અને પછી તમને જવાબ મળશે. તમે આ વાતચીતને મેન્યુઅલી રોકી શકો છો અથવા તમે પ્રશ્નો ન પૂછીને તેને રોકી શકો છો 

આ ફિચર ઘણું અદ્ભુત છે 

image credit : Google

ChatGPT બોલતી વખતે પણ તમે કંઈક કહી શકો છો અને તે પછી તમારી વાતચીત ચાલુ રહેશે. આ સુવિધાના ઘણા ફાયદા છે.

આ સુવિધાના ઘણા ફાયદા છે

image credit : Google

તેની મદદથી તમે સૂતી વખતે વાર્તા સાંભળી શકો છો અથવા ભોજન કરતી વખતે કોઈપણ વિષય પર ચર્ચા કરી શકો છો. તેનો અનુભવ Google Assistant, Siri અથવા Alexa જેવો જ હશે.

સુવિધા ફક્ત અહીં જ ઉપલબ્ધ થશે

image credit : Google

ChatGPTની વોઈસ સુવિધા માત્ર એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ્સ પર જ ઉપલબ્ધ હશે. તેનો અર્થ એ કે તમે તેના વેબ વર્ઝન પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશો નહીં.

આ વાતનું રાખો ધ્યાન

image credit : Google

તમને આ ફીચર સેટિંગ્સના નવા ફીચર્સ સેક્શનમાં મળશે, જેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી તમને હોમ સ્ક્રીન પર હેડફોન બટન મળશે, જેના પર ક્લિક કરીને તમે તેનો ઉપયોગ કરી શકશો.