વિરાટ કોહલીએ ૧૨ વર્ષ પછી સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડ્યો!
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલા વન ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
રોહિત શર્માના જલ્દી આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની કમાન સંભાળી હતી.
આ મેચમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક રેકોર્ડ પણ તૂટી ગયો હતો.
વિરાટ કોહલીને આ રેકોર્ડ તોડતા 12વર્ષ લાગ્યા હતા
આવો તમને જણાવીએ કે આ કયો રેકોર્ડ છે.
વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની મેચમાં 34રન બનાવ્યા કે તરત જ તેણે આ વર્ષે તેના 1000 વન ડે રન પૂરા કર્યા.
સચિન તેંડુલકર તેની સમગ્ર કારકિર્દીમાં માત્ર સાત વખત એક કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ રન બનાવી શક્યો છે.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત 1000+ વનડે રન બનાવનાર બેટર
8- વિરાટ કોહલી (2011-14, 2017-19, 2023)* 7- સચિન તેંડુલકર (1994, 1996-98, 2000, 2003, 2007)