સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

સુરતના અમરોલીમાં નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ છે અને અજની ઇન્ડસ્ટ્રીમાંથી 1.50 કરોડથી વધુનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે, બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 1,20,56,500ની મત્તાનો ડુપ્લીકેટ ઘીનો જથ્થો અને તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

સુરત એસઓજી પોલીસે ગુનો નોંધીને તપાસ કરી શરૂ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી નકલી ઘી ની ત્રણ ફેકટરી ઝડપાઈ છે, બ્રાન્ડેડ ઘી ની આડમાં નકલી ઘી પધરાવી દેવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે 3 ફેકટરીમાંથી કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે, લાંબા સમયથી આ ફેકટરીઓ ધમધમતી હતી તેવી માહિતી પોલીસને મળી છે, તો સુરત અને આસપાસના ગામડાઓમાં આ ઘી વેચવામાં આવતું હોવાની વાત પણ સામે આવી છે, સુરત એસઓજી પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી છે.

તમામ આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરીયા (ઉં.વ. 38, રહે. સુર્યાંજલી રેસીડેન્સી, અમરોલી), અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા (ઉં.વ.36, રહે. વાઇટ પેલેસ એપાર્ટમેંટ, અમરોલી), સુમીતકુમાર જયેશભાઈ મૈસુરીયા (ઉં.વ.35, રહે. સન રેસીડેન્સી, અમરોલી), દિનેશકુમાર તેજાજી ગેહલોત (ઉં.વ. 32, રહે. ઈવા એમ્બ્રો પાર્ક, અમરોલી) છે. તમામ આરોપીઓનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેનું છે.

અમરોલી પોલીસ ઉંઘતી ઝડપાઈ રેડમાં

આ ફેકટરી અમરોલી પોલીસની હદમાં ચાલતી હતી અને અમરોલી પોલીસને આ વાતની જાણ હતી જ નહી ? અને જો જાણ હોય તો તમારી પોલીસ કામગીરી કરતી નથી એ દેખાઈ આવ્યું છે, અને જાણ હતી તો શું હપ્તા લેવામાં આવતા હતા ! અમરોલી પોલીસ જો સુરત એસઓજી પોલીસ આ મામલે ગુનો નોંધી શકતી હોય રેડ કરી શકતી હોય તો તમને કેમ આ બાબતે કોઈ હવા ના આવી, અમરોલી પોલીસ જરા આડસ મરડો તો ખબર પડશે કે વિસ્તારમાં શું ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now