‘Jaane Jaan’થી લઇને ‘Fukrey 3’ સુધી, રીલિઝ થયા આ ફિલ્મો-સીરીઝના ટીઝર અને ટ્રેલર- જુઓ

Bollywood Movies & Series Trailer Teaser : વર્ષ 2023માં આપણે ઘણી મોટી ફિલ્મોની રીલિઝ જોઇ છે. આ વર્ષની શરૂઆત શાહરૂખ ખાને પોતાના ધમાકેદાર ફિલ્મ ‘પઠાણ’ સાથે કરી હતી. તે પછી સની દેઓલની ‘ગદર-2’એ બોક્સ ઓફિસ પર ગદર મચાવી તો હવે શાહરૂખની ‘જવાન’ બોક્સ ઓફિસ પર કમાણીના બધા રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહી છે.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Jaane Jaan

ત્યારે હવે મોટા પડદા સાથે સાથે ઓટીટી પર પણ કેટલાક સારા એવા પ્રોજેક્ટ્સ આપણને આ વર્ષે જોવા મળશે. જેમાં પુલકિલ સમ્રાટ અને ઋચા ચડ્ડા સ્ટારર ફિલ્મ ‘ફુકરે 3’, શિલ્પા શેટ્ટીની ‘સુખી’, કરીના કપૂર અને વિજય વર્માની ‘જાને જાન’ સામેલ છે. ગત સપ્તાહે જ કેચલીક દિલચસ્પ ફિલ્મોના ટ્રેલર અને ટીઝર રીલિઝ થયા છે.

Fukrey 3

1) ફુકરે 3 Fukrey 3

બોલિવૂડ સ્ટાર્સ પુલકિત સમ્રાટ, વરુણ શર્મા અને મનજોત સિંહ કમબેક કરી રહ્યાં છે. ફિલ્મ ફુકરે 3નું ટ્રેલર ગત અઠવાડિયે જ રિલીઝ થયું હતું, જેમાં આ ત્રણેય સાથે પંકજ ત્રિપાઠી અને ઋચા ચઢ્ઢા જોવા મળ્યા હતા. આ વખતે ફૂકરેની ટોળી ભોલી પંજાબનથી રાજનીતિના મેદાનમાં લડાઇ લડવાની છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Pankaj Tripathi (@pankajtripathi)

2) બંબઇ મેરી જાન Bambai Meri Jaan

અવિનાશ તિવારી અને કે કે મેનન વેબ સીરિઝ ‘બંબઇ મેરી જાન’ સાથે એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવવાના છે. આ સિરીઝની કહાની દારા કાદરી નામના એક છોકરાની છે, જે પોલીસકર્મીનો દીકરો હોવા છતાં ગુનાની દુનિયામાં જાય છે. દારા બોમ્બેમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે અને અંડરવર્લ્ડના લોકોને મળે છે. આ શોમાં કાર્તિક કામરા અને અમાયરા દસ્તુરે પણ કામ કર્યું છે. આ શો 14 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થશે.

3) જાને જાન Jaane Jaan

કરીના કપૂર નેટફ્લિક્સ પર તેની ફિલ્મ ‘જાને જાન’ લાવી રહી છે. આ તેની OTT ડેબ્યૂ છે. ફિલ્મની કહાની એક મહિલા પર આધારિત છે, જે પોતાના ઘરના બંધ દરવાજા પાછળ કેટલીક શંકાસ્પદ વસ્તુઓ કરી રહી છે. મુંબઈથી એક પોલીસકર્મી જાણવા માટે આવે છે, પરંતુ મહિલા તેને પણ ફસાવે છે. આ ફિલ્મમાં કરીના સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ છે. આ ફિલ્મ 21મી સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થશે.

4) થેંક્યુ ફોર કમિંગ Thank You For Coming

ભૂમિ પેડનેકર, કુશા કપિલા, શહેનાઝ ગિલ અને ડોલી સિંહ ફિલ્મ ‘થેંક યુ ફોર કમિંગ’ સાથે મોટા પડદા પર આવવા જઈ રહ્યા છે. આ ફિલ્મની કહાની એક છોકરી પર આધારિત છે, જે સેક્સ્યુઅલી એક્ટિવ છે, પરંતુ ક્યારેય ‘ચરમસુખ’ હાંસલ કરી શકી નથી. આ તકલીફ તે તેના મિત્રો સાથે શેર કરે છે. આ કહાનીમાં ઘણા રસપ્રદ ટ્વિસ્ટ છે. આ ફિલ્મ 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

5) સુખી Sukhee

શિલ્પા શેટ્ટી પોતાની ફિલ્મ ‘સુખી’થી મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. આ વાર્તા સુખી નામની એક મહિલા પર આધારિત છે, જેનું લગ્ન પછીનું જીવન ઘરના કામકાજ અને તેના પરિવારની સંભાળ રાખવા સુધી મર્યાદિત છે. તેને તેના જૂના મિત્રો સાથે ફરી મળવાની તક મળે છે, ત્યારબાદ તે ફરી એકવાર ખુલ્લેઆમ જીવન જીવે છે. આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

6) ચાર્લી ચોપડા Charlie Chopra & The Mystery Of Solang Valley

દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ દ્વારા બનાવવામાં આવેલી વેબ સિરીઝ ‘ચાર્લી ચોપરા’ એક મિસ્ટ્રી થ્રિલર છે. આમાં તમે ચાર્લી નામની છોકરીને સોલાંગ ઘાટીના એક અમીર વ્યક્તિના મૃત્યુનું રહસ્ય ઉકેલતી જોશો. આ ફિલ્મ પ્રખ્યાત અંગ્રેજી રહસ્ય લેખક Agatha Christieના પુસ્તક પર આધારિત છે. તે 27મી સપ્ટેમ્બરે સોની લિવ પર સ્ટ્રીમ થશે.

7) દોનો Dono

સની દેઓલનો નાનો દીકરો રાજવીર દેઓલ ફિલ્મ ‘દોનો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા છે. ફિલ્મ ‘દોનો’ એ બે અજાણ્યા લોકોની વાર્તા છે, જેમના રસ્તા એક લગ્નમાં મળે છે અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ 5 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

8) વેલકમ 3 Welcome To The Jungle (Welcome 3)

અક્ષય કુમાર તેની 2007ની હિટ ફિલ્મ ‘વેલકમ’નો ત્રીજો ભાગ લઈને આવી રહ્યો છે. તેને ‘વેલકમ ટુ ધ જંગલ’ નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય સાથે સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, સંજય દત્ત, કૃષ્ણા અભિષેક, રાહુલ દેવ, જોની લીવર, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, દિશા પટની, રવીના ટંડન અને લારા દત્તા સહિતના ઘણા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. ફિલ્મની અનાઉન્સમેન્ટનો વીડિયો હાલમાં જ રિલીઝ થયો છે.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now