બહિયલમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું, વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાનું શરૂ

બહિયલમાં ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને દુકાનો પર આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરવા માટે આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

તોફાનકાંડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શનની માગણી ઊઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્ત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.

બુલડોઝર
બુલડોઝર

તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી

તંત્ર દ્વારા આવારા તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો આપવામાં આવી હતી. તેઓને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવેલ હતું, તેની સમય મર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ હતી. આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ સમક્ષ બાંધકામના પુરાવા રજૂ કરાયા નહોતા. જેના કારણે આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઇ છે.

એક પણ પુરાવો રજૂ ન કરાતાં કાર્યવાહી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે

કુલ 190 દબાણમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 દબાણ અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાંની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ‘I Love Muhammad’ લખેલા બેનર લાગ્યા હતા. આવા જ બેનર સોશિયલ મીડિયામાં મુકાવા લાગ્યા હતા. જેમાં ગાંધીનગર પાસેના બહિયલ ગામના એક હિંદુ યુવકે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં કોમેન્ટ કરી હતી. જેના કારણે બહિયલના મુસ્લિમ યુવાનો રોષે ભરાયા અને તે યુવાનની દુકાન અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી, આગચંપી કરી હતી. પછી નવરાત્રિના ગરબા રમતા હતા એ મંડપ પાસે જઈને પથ્થરમારો કર્યો હતો. જેથી ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now