Ganesh Chaturthi eco friendly ganesh murti

Ganesh Chaturthi માટે બાળકો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ

અમદાવાદ : ગણેશ ભક્તોના (ganesh chaturthi)પ્રિય તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગણેશોત્સવમાં ભક્તો ગણેશજીની અવનવી મૂર્તિઓ પોતાના ઘરે લાવતા હોય છે. ત્યારે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવી.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Alpha International School

બાળકો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ (eco friendly ganesh murti)

ગણેશોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગણેશજીના આગમનની જોરશોરમાં તૈયારીઓ થઇ રહી છે. સાથે ગણેશ ઉત્સવ દરમ્યાન નદીના પ્રદૂષણને જોતા છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની નાની મૂર્તિ બનાવવાનું ચલણ પણ પાછલા સમયથી ઘણું વધી ગયું છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય અને ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા પણ જળવાઈ રહે તેના માટે અમદાવાદના ઓગણજ ખાતે આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા માટીમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી

Alpha International School

મૂર્તિ બનાવવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને શુદ્ધ રાખવાનો

આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે શ્રીજીના આગમન માટે અને તેમની સેવા કરવા માટે આ નાના ભૂલકો પણ ખૂબ જ ઉત્સુક છે. તે માટે તેઓ તેમના નાના કોમળ હાથો વડે શ્રીજીની ખૂબ જ સુંદર મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. બાળકોએ માટીની મૂર્તિ બનાવી ત્યાર બાદ તેના પર કલરકામ કરી તેને વસ્ત્રો અને આભૂષણથી શણગારી મૂર્તિને આખરી ઓપ આપ્યો છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા પાછળ તેમના મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને શુદ્ધ રાખવાનો છે.

Alpha International School

વિદ્યાર્થીઓ પોતે બનાવેલી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું પૂજન કરશે

Alpha International School

આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશજીની મૂર્તિનુ નિર્માણ કાર્ય કર્યું હતું તથા પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. જેમાં બાળકોમાં તાત્વિક ધર્મજ્ઞાન પ્રબળ બને અને પર્યાવરણના નજીક પહોંચે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓને સતત બે અઠવાડિયા સુધી પ્રશિક્ષિત કરવામાં આવ્યા સાથે જ માટી શરીરને કેવી રીતે લાભ આપે છે તે સમજાવવા મડ થેરાપીની માહિતી પણ અપાઇ હતી. ગણેશ ચતુર્થીના દિવસથી લઇ વિસર્જન સુધી વિદ્યાર્થીઓ પોતે બનાવેલી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું પૂજન કરશે.

Alpha International School

વિદ્યાર્થીઓના આ નવા અભિગમની તમામ લોકોએ પ્રશંસા કરી

Alpha International School

વિદ્યાર્થીઓના આ નવા અભિગમની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ગણપતિ મહોત્સવ મૂળ તો મહારાષ્ટ્રનો તહેવાર છે. પરંતુ આજે એવું કોઈ રાજ્ય કે શહેર નહીં હોય જ્યાં ગણપતિ મહોત્સવ થતો નહીં હોય. દેશભરમાં ગણપતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે.

Alpha International School

પહેલા PPPની ગણપતિ મૂર્તિઓ વધારે વેચાતી હતી. અત્યારે પણ વેચાય જ છે. પરંતુ હવે લોકો થોડા બદલાયા છે અને માટીની મૂર્તિઓ તરફ વળ્યા છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ માટીની મૂર્તિઓ બનાવી બીજા લોકોમાં એક પ્રેરણાનું કામ કર્યું છે.

જુઓ વિડિઓમાં આજ ના કાર્યક્રમની  એક નાનકડી ઝલક

પત્રકાર : હિતેશ ગજ્જર,અમદાવાદ

આ પણ વાંચો :ganesh chaturthi 2023 muhurat : ગણેશ ચતુર્થીનો સૌથી શ્રેષ્ઠ મુહરત જાણો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now