Bigg Boss OTT

Bigg Boss OTT 2 વિનર એલ્વિશ યાદવને હજુ સુધી નથી મળી પ્રાઇઝ મની

Elvish Yadav on Bigg Boss OTT 2: ‘ બિગ બોસ ઓટીટી 2’નો વિનર Elvish Yadav આ દિવસોમાં લાઇમલાઇટમાં છે, ક્યારેક કોઇ ઇન્ટરવ્યુમાં તો ક્યારેક કોઇ ઇવેન્ટમાં એલ્વિશની હાજરી જોવા મળે છે. Bigg Boss OTT 2 બાદથી યૂટયૂબરને ઘણી ફેમ મળી છે. શોથી બહાર આવ્યા બાદથી એલ્વિશને દર્શકોનો ઘણો જ પ્રેમ મળી રહ્યો છે. બોલિવુડ એક્ટ્રેસ આલયા ભટ્ટ પણ એલ્વિશને સપોર્ટ કરતી જોવા મળી હતી.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Bigg Boss OTT 2

શહેનાઝ ગિલના શો માં Elvish Yadav પહોચ્યો

Bigg Boss OTT

 

હવે શો જીત્યા બાદ એલ્વિશે શહેનાઝ ગિલના શો માં ગંભીર વાત જણાવી છે.  હાલમાં જ યૂટયૂબર એલ્વિશ યાદવ શહેનાઝ ગિલના શો ‘દેસી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ’ પર પહોચ્યો હતો. અહીં તેણે શહેનાઝ સાથે ઘણા ટોપિક્સ પર ચર્ચા કરી. ત્યાં એલ્વિશે જણાવ્યુ કે- તેને ઉમ્મીદ હતી કે તે શો જીતશે, કારણ કે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કંટેસ્ટંટ આજ સુધી શો નથી જીત્યો. એલ્વિશે કહ્યુ કે પહેલા મારુ માનવું હતુ કે તે એમનો નિયમ હશે કે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરનારને વિનર નહિ બનાવતા હોય, પણ મને ઉમ્મીદ હતી કે આ કોઇ નિયમ નથી કે વાઇલ્ડ કાર્ડને વોટ મળવા છત્તાં પણ તે ન જીતી શકે. વાઇલ્ડ કાર્ડને જીતાવશે જો વોટ મળશે તો. પણ એલ્વિશને બધાએ ભારે વોટ આપી વિનર બનાવ્યો.

Elvish Yadav જોડે કેટલા ફોન છે

Bigg Boss OTT 2

આ પણ વાંચો : Bigg Boss 17’માં અંકિતા લોખંડે બાદ હવે રિયા ચક્રવર્તીની એન્ટ્રી ? – જાણો કંટેસ્ટંટના નામ

શોમાં શહેનાઝ એલ્વિશને પૂછે છે કે તમે તમારો ત્રીજો ફોન ક્યારે લઇ રહ્યા છો ? તો એલ્વિશ કહે છે કે તેની પાસે પહેલાથી જ 3 ફોન છે, જે પછી શહેનાઝ સ્માઇલ કરી પૂછે છે તો ચોથો ક્યારે લેશો ? આના પર એલ્વિશનો રિસ્પોન્સ હેરાન કરી દેનારો હતો. એલ્વિશ યાદવે કહ્યુ કે ચોથો ફોન તો બિગબોસની પ્રાઇઝ મની મળ્યા બાદ લઇશ. એલ્વિશ યાદવના આ ખુલાસા બાદ શહેનાઝ પણ હેરાન રહી ગઇ અને તેણે કહ્યુ કે આ તો ખોટુ છે.

Elvish Yadav એ Bigg Boss OTT 2ને લઈને કર્યો ખુલાસો

જણાવી દઇએ કે, બિગબોસ ઓટીટી 2 વિનરને 25 લાખ રૂપિયાની રકમ મળવાની હતી. શો જીત્યા બાદ આ રકમ એલ્વિશને મળવાની હતી, પણ તેના નિવેદન અનુસાર હજુ સુધી તેને આ અમાઉન્ટ નથી મળી. ‘બિગ બોસ ઓટીટી 2’ જીત્યા પછી એલ્વિશ યાદવને સલમાન ખાનના હાથે એક ચમમચાતી ટ્રોફી અને 25 લાખ રૂપિયાનો ચેક મળ્યો. બિગ બોસના ઈતિહાસમાં એલ્વિશ યાદવ પહેલો કંટેસ્ટંટ હતો જે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે વિનર બન્યો હતો. તેણે યુટ્યુબર મિત્ર અભિષેક મલ્હાનને હરાવ્યો હતો.

Bigg Boss OTT ના મેકર્સ વિશે મોટો દાવો કર્યો

ત્યારે શહનાઝ ગિલના શોમાં પહોંચેલા એલ્વિશ યાદવે ‘બિગ બોસ ઓટીટી 2’ના મેકર્સ વિશે મોટો દાવો કર્યો. શો ‘દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ’માં એલ્વિશ યાદવને ‘બિગ બોસ ઓટીટી 2’ની સફર અને આગામી પ્રોજેક્ટ્સ તેમજ બીજી ઘણી બાબતોથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આના પર રાવ સાહેબે ખુલાસો કર્યો કે અત્યાર સુધી તેને પ્રાઇઝ મની મળી નથી.

‘બિગ બોસ’ વાઈલ્ડ કાર્ડને લઇ એલ્વિશ યાદવે શું કહ્યું

એલ્વિશ યાદવે કહ્યું- અગાઉ મને લાગતું હતું કે એવો નિયમ છે કે ‘બિગ બોસ’ વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી મેળવનારને વિનર નથી બનાવતુ. જ્યારે હું શોમાં આવી રહ્યો હતો ત્યારે મેં 100 વાર પૂછ્યું હતું કે ભાઈ વોટ મળશે તો હું જીતીશ ને. મને શંકા હતી કે જો વોટ આવશે તો પણ હું જીતીશ નહીં. આગળ, એલ્વિશ યાદવે કહ્યું કે તેનો ઘણા રિયાલિટી શો માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Bigg Boss OTT 2

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એલ્વિશ યાદવે એક વ્લોગમાં તેના દુબઈના ઘરની ઝલક શેર કરી હતી. તેણે એ પણ કહ્યું હતું કે ઘરની કિંમત 8 કરોડ રૂપિયા છે. આ સિવાય તાજેતરમાં એલ્વિશનો એક નવો મ્યુઝિક વીડિયો આવ્યો છે. આમાં તેણે અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે કામ કર્યું છે. એલ્વિશનો આ મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now