Free Plot Yojana In Gujarat : મફત પ્લોટ પ્લાન ગુજરાત 2023 શું છે? Free Plot Plan Gujarat, મફતમાં પ્લોટ કઈ રીતે મળશે, મફત પ્લોટ માટે જરૂરી દસ્તાવેજો, મફત પ્લોટ માટે કઈ રીતે આવદેન આપવું તેની સમગ્ર માહિતી આજે હું આ લેખમાં તમને બતાવીશ, જો તમારે પણ ઘર ના હોય તો તમારા માટે આ લેખ ઘણો ઉપયોગી છે
સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે જેવી કી પ્રધાન મંત્રી આવાસ યોજના, માં અમૃતમ કાર્ડ, બેટી ને લગતી ઘણી યોજનાઓ આવી ઘણી બધી યોજનો સરકાર બહાર પાડે છે જયારે ગુજરાતમાં વસતા લોકો માટે એક ખુબજ સારા સમાચાર આવ્યા છે ગુજરાતમાં વસતા ઘણા લોકો પાસે પોતાનું ઘર નથી માટે સરકાર તેમને ઘર બનાવા માટે એક યોજના બહાર પાડી છે જેનું નામ મફત પ્લોટ પ્લાન ગુજરાત 2023 છે
ઘણા લોકો ગુજરાતમાં એવા હોય છે જેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેથી જે પોતાનું ઘર બનાવા માંગતા હોય અને તે લોકો બી.પી.એલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.
તો આ Mafat Plot Yojana 2023 Gujarat ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ Blog માં જોઈશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચવા વિનીતી
શું છે મફત પ્લોટ યોજના શું છે? – Free Plot Yojana In Gujarati
આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘર વિનાના BPL કાર્ડ ધરાવતા મજૂરો અને કારીગરોને તેમના પોતાના ઘર બનાવવા માટે લાગુ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લાખો લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. તમામ ગરીબ લોકોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ આ યોજના નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે પોતાનું નું ઘર નથી અને ઘર બનાવા માટે પ્લોટ(જગ્યા) નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને પણ આ યોજના નો લાભ મળવા પાત્ર થશે.
શું છે યોજનાનું નામ | મફત પ્લોટ યોજના (Free Plot Plan Gujarat 2023) |
---|---|
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
વિભાગ | ગ્રામીણ વિકાસ વિભાગ |
મળવાપાત્ર પ્લોટની સહાય | ૧૦૦ ચોરસ વાર પ્લોટ |
આવેદન ક્યાં કરવું | https://panchayat.gujarat.gov.in/gu/home |
હેલ્પલાઈન નંબર | 07923254055 |
કોને મળશે લાભ | બી.પી.એલ કાર્ડ ધારકો |
આ યોજના બહાર પાડવાનો મુખ્ય હેતુ – Objective Of Free Plot Yojana Gujarat
100 Choras Var Mafat Plot Yojna નો મુખ્ય હેતુ એ છે કે જે લોકો ગરીબ છે અને પોતાનું ઘર નથી તેઓને પ્લોટ લઇ શકે અને પોતાનું ઘર બનાવી શકે , ટૂંકમાં કહીએ તો ગરીબી રેખા નીચે જીવતા લોકો ને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવાનો છે.ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે કેમ કે જે લોકો પોતાનું પાક્કું ઘર નથી બનાવી શકતાં તેઓ આ યોજનાનો લાભ લઈને પોતાનું મકાન બનાવી સકે
મફત પ્લોટ યોજના માં કોણ લાભ લઈ શકે છે – Free Plot Yojana Eligibility
ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે મફત પ્લોટ યોજના 2023ની સરુઆત કરી છે જે હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજના નો લાભ નીચે મુજબ ની વ્યક્તિઓ લઈ શકે છે:
જે આ યોજનાનું લાભ લેવા માગે છે તે B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
અરજદાર કર્તાની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
આ યોજનાનું લાભ લેવા માંગતો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
અરજદાર પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
અરજદાર ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.
આ મફત પ્લોટ સહાય યોજના માટે કયા લાભ મળવા પાત્ર છે – Free Plot Yojana Gujarat Benefits
ગરીબ રેખા હેઠળ જીવતા પરિવારના લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે આવે છે.
આ જમીન ફ્રી માં આપવામાં આવતી હોય છે.
જમીન ના હોય તેવા ખેત મજૂરોને જમીન મળે છે.
Free Plot Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ – Free Plot Yojana Required Documents
Free Plot Yojana Gujarat માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:
- મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ
- BPL કાર્ડ
- જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો
- SECC ના નામની વિગત
- બેંક પાસબુક
Free Plot Yojana Gujarat યોજના માટે અરજી કેવી રીતે કરવી – How To Apply Free Plot Gujarat Yojana
આમ તો ઘણી બધી યોજનાનું આવેદન ઓનલાઈન જ થાય છે પરંતુ આ યોજનાનું આવેદન કરવા માટે તમારે “ઓફલાઈન” અરજી કરવી પડશે. આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામ ના તલાટી પાસેથી “મફત પ્લોટ સહાય યોજના” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે. ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે. ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.
અમને આ યોજનાની માહિતી કયા થી મળી
અમને નીચે આપેલી વેબસાઈટ પરથી માહિતી મળી છે
https://panchayat.gujarat.gov.in/gu/home
1 thought on “Free Plot Yojana In Gujarat 2023, જુઓ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા”