ગણપતિ બાપાની સ્થાપના નો શું છે શુભ મુહરત

ganesh chaturthi 2023 muhurat : ગણેશ ચતુર્થીનો સૌથી શ્રેષ્ઠ મુહરત જાણો

ganesh chaturthi 2023 muhurat : ગણેશ ચતુર્થીનો પર્વ દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવે છે. ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ આ ઉત્સવની શરૂઆત થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપન થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત દેશના તમામ ભાગોમાં આ પર્વને ધામધૂમથી મનાવવામાં આવે છે.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
ganesh chaturthi 2023 muhurat

આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે અને આ દિવસે બપ્પાને તેમના ભક્ત ઢોલ નગારા સાથે ધામધૂમથી ઘરે લાવે છે અને તેમની સ્થાપના કરે છે. આ દરમિયાન ગણપતિ બાપાની પૂજા-અર્ચના પણ કરે છે.

 

ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપનાનો શુભ સમય અને અન્ય જરૂરી જાણકારી

ganesh chaturthi 2023 muhurat

 

ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત (ganesh chaturthi 2023 muhurat)

આમ તો કેટલાક રીપોર્ટ્સ અનુસાર ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 12:39 વાગ્યાથી શરૂ થઇ 19 સપ્ટેમ્બરે બપોરે 1:43 સુધી રહેશે. એવામાં ગણેશ ચતુર્થીનો પર્વ 19 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.

 

19 સપ્ટેમ્બરે ગણપતિજીની સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 10:50થી 12:52 સુધીનું છે, અતિશુભ મુહૂર્ત 12:52 થ 2:56 સુધીનું છે.

આવી રીતે કરો સ્થાપના અને પૂજા

ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી, સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરી બાપ્પાના આગમન માટે ઘરના મંદિરની સફાઈ કરવી અને ઘરને શણગારવું. તેમજ ઉત્તર-પૂર્વ ખૂણામાં લાકડાની ચોકી લગાવો અને પોસ્ટ પર લાલ કે પીળા રંગનું કપડું પાથરી દો. ગણપતિની મૂર્તિને યોગ્ય સમયે ઘરે લાવવી. આ પછી સિંદૂર, ફૂલની માળા, ધૂપ, દીવો, અક્ષત, પાન, લાડુ, મોદક, દુર્વા વગેરે અર્પણ કરવું. આ પછી વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશજીની નિયમિત પૂજા કરવી.

ganesh chaturthi 2023 muhurat

ગણેશ ઉત્સવનું શું મહત્વ છે?

ભગવાન ગણેશને દુઃખહર્તા અને વિઘ્નહર્તા જેવા નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી દરમિયાન જે ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે, તે ઘરની મુશ્કેલીઓ, સમસ્યાઓ અને અવરોધો ગણેશજી પોતાની સાથે લઈ જાય છે. લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને મોટા પાયે ઉજવવામાં આવે છે.

ganesh chaturthi 2023 muhurat

જણાવી દઇએ કે, ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આમ તો દરેક મહિનામાં બે ચતુર્થી તિથિ હોય છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. પરંતુ ભાદ્રપદ મહિનાની શુક્લની ચતુર્થી તિથિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.

 

10 દિવસ સુધી ચાલતો ગણેશોત્સવ આ દિવસથી શરૂ થાય છે. ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જ્ઞાન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ભગવાન ગણેશની કેટલીક પ્રિય વસ્તુઓ છે જેને પૂજામાં સામેલ કરવી જોઈએ.

 

મોદક અને લાડુ

Happy Ganesh Chaturthi Modak

ગૌરીપુત્ર શ્રી ગણેશજીને મોદક અને લાડુ ખૂબ જ પસંદ છે અને ગણપતિ બાપ્પાની પૂજા લાડુ અને મોદક વગર અધૂરી પણ માનવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને મોદક અને લાડુ ચઢાવો.

 

દુર્વા ઘાસ

ganesh chaturthi 2023 muhurat

ભગવાન ગણેશને દુર્વા ઘાસ ખૂબ પ્રિય છે, તેથી ભગવાન ગણેશની પૂજામાં દુર્વા ઘાસનો સમાવેશ કરવો. આનાથી ગણપતિ બાપ્પા પ્રસન્ન થાય છે અને મનોકામના પણ પૂર્ણ કરે છે.

 

સિંદૂરનું તિલક

ganesh chaturthi 2023 muhurat

ભગવાન ગણેશને સિંદૂર ખૂબ જ પસંદ છે. આના વિના વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની પૂજા અધૂરી માનવામાં આવે છે, તેથી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને સિંદૂરનું તિલક લગાવો.

 

કેળા

ganesh chaturthi 2023 muhurat

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને કેળા અર્પણ કરો. જો કે એક વાતનું ધ્યાન રાખો કે એક કેળું ચઢાવવાને બદલે તેને જોડીમાં ચઢાવો.

શું તમે પણ તમારા ઘરે લાવવાના છો ભગવાન ગણેશની મૂર્તિ ? તો ચોક્કસથી જાણી લો મહત્વપૂર્ણ નિયમો

ganesh chaturthi 2023 muhurat

 

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આત્મવિશ્વાસ વધારવા માટે ઘરમાં લાલ સિંદૂર રંગની ગણેશની મૂર્તિ શુભ માનવામાં આવે છે. આ સિવાય સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે ઘરમાં સફેદ રંગની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. એવી મૂર્તિ ઘરમાં લાવવી પણ શુભ છે જેમાં ભગવાન ગણેશ આસન પર બિરાજમાન હોય અથવા મુદ્રામાં સૂતેલા હોય.

ganesh chaturthi 2023 muhurat

ઘરમાં આવી મૂર્તિ લાવવાથી સુખ અને આનંદમાં વધારો થાય છે. જ્યોતિષીઓના મતે ભગવાન ગણેશની આવી મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે જેમાં તેમની સૂંઢ ડાબા હાથ બાજુ વળેલી હોય. આવી મૂર્તિ ઘરમાં રાખવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે છે.આ સિવાય જમણી તરફ નમેલી સૂંઢ વાળી મૂર્તિ રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ganesh chaturthi 2023 muhurat

કહેવાય છે કે ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે કારણ કે આ દિશામાં દેવી લક્ષ્મી અને ભગવાન શિવનો વાસ હોય છે. આ સિવાય ઘરમાં મૂર્તિ રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ભગવાન ગણેશનું મુખ ઘરના મુખ્ય દ્વાર તરફ હોવું જોઈએ. મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમના હાથમાં મોદક અવશ્ય હોવો જોઈએ. કારણ કે બાપ્પાને મોદક ખૂબ પ્રિય છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi પર બપ્પાને ચઢાવો આ ભોગ, નોટ કરી લો પ્રિય ભોગોની રેસીપી

One thought on “ganesh chaturthi 2023 muhurat : ગણેશ ચતુર્થીનો સૌથી શ્રેષ્ઠ મુહરત જાણો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now