રાજ્યમાં આગામી 4 દિવસ પડશે ભારે વરસાદ, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છવાયેલા ડીપ્રેશનના કારણે છેલ્લા ત્રણ દિવસથી સર્વત્ર વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહી આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ઉભી થયેલી ડીપ્રેશનની સ્થિતિના કારણે હજું પણ સાર્વત્રીક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉપરાંત રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે 55 થી 65 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના આ વિસ્તારોમાં 48 કલાકમાં વધારાનો 8 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટા-છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે, 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મધ્યમથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડા થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા કમોસમી માવઠા અને ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી દયનીય થઇ ગઇ છે. ખેડૂતોના પાકને નુકશાન થયું છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી રજૂઆતો પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now