Jawan Box Office Collection Day 8 : શાહરૂખ ખાનનો ક્રેઝ થિયેટર્સમાં બવાલ મચાવી રહ્યો છે. તેની તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘જવાન’ સફળતાના ઝંડા ગાડી રહી છે અને સતત ચાહકો આ ફિલ્મ થિયેટરમાં જોવા જઇ રહ્યા છે. રોમાન્સના બાદશાહને એક્શન અવતારમાં જોવા માટે થિયેટર્સમાં ભીડ ઉમટી રહી છે.
પહેલા જ દિવસે જવાને રેકોર્ડતોડ કમાણી કરી હતી અને તે પછી જવાને હવે બોક્સ ઓફિસ પર એક સપ્તાહ પૂરુ કરી લીધુ છે. આ એક સપ્તાહમાં ફિલ્મે ધુંઆધાર કલેક્શન કર્યુ છે. બોલિવુડ માટે સૌથી મોટું ઓપનિંગ કલેક્શન લઇને આવેલી જવાને પહેલા વીકેન્ડમાં જ વર્લ્ડવાઇડ 500 કરોડ રૂપિયાથી પણ વધારે ગ્રોસ કલેક્શન કરી દીધુ.
સોમવારથી ફિલ્મની અસલી ટેસ્ટ શરૂ થઇ, એક તો વર્કિંગ ડેઝ શરૂ થઇ ગયા અને ઉપરથી ક્રિકેટ ટૂર્નામેન્ટ એશિપા કપ પણ ચાલી રહ્યુ છે. પણ તેમ છત્તાં ફિલ્મે બોક્સઓફિસ પર પોતાની દમદાર પકડ બનાવી રાખી અને એક સપ્તાહ બાદ જવાનનું કલેક્શન સોલિડ થઇ ચૂક્યુ છે.
બુધવારે ભારતમાં જવાને 23 કરોડથી વધારે કલેક્શન કર્યુ અને તેનું ટોટલ નેટ કલેક્શન 368 કરોડથી પણ વધારે થઇ ગયુ. ગુરુવારે ફિલ્મની કમાણીમાં 20% જેટલો નોર્મલ ઘટાડો થયો અને 8માં દિવસે કલેક્શન 18થી19 કરોડ રૂપિયા વચ્ચે રહ્યુ. હવે જવાનનું નેટ ઇન્ડિયા કલેક્શન 386 કરોડ રૂપિયાથી પણ વધારે છે.
જેમાં ફિલ્મના હિંદી વર્ઝનનુું સૌથી વધારે 345 કરોડ રૂપિયા છે. પહેલા સપ્તાહમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ શાહરૂખની ‘પઠાણ’ છે, ત્યારબાદ ‘જવાન’ બીજા સ્થાને આવશે. પણ બુધવારે રિલીઝ થયેલી ‘પઠાણ’ના પહેલા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર 9 દિવસ હતા જયારે ‘જવાન’ના 8 દિવસ.
‘જવાન’નું હિન્દી કલેક્શન શુક્રવારે 350 કરોડનો આંકડો પાર કરશે. આ કિસ્સામાં, શાહરૂખની નવી ફિલ્મ તેની ગત ફિલ્મ ‘પઠાણ’ના 9 દિવસના રેકોર્ડની બરાબરી કરશે. 10 દિવસમાં 350 કરોડની કમાણી કરનાર ‘ગદર 2’ હવે આ બે પછી ત્રીજા સ્થાને પહોંચી જશે. ‘જવાન’ને હવે 400 કરોડનો આંકડો પાર કરવા માટે માત્ર 14 કરોડ રૂપિયાની જરૂર છે.
ગુરુવારે 18 કરોડ રૂપિયાની કમાણી કર્યા બાદ જો શુક્રવારે ફિલ્મનું કલેક્શન થોડું ઘટે તો પણ તે ઓછામાં ઓછા 14 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. ‘જવાન’નું નેટ ઈન્ડિયા કલેક્શન 9માં દિવસે 400 કરોડને પાર કરી જશે. આ આંકડા સુધી પહોંચનારી આ સૌથી ઝડપી ફિલ્મ હશે. અત્યાર સુધી સૌથી ઝડપી 400 કરોડ રૂપિયાની કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ શાહરૂખની ‘પઠાણ’ છે, જેને આ સિદ્ધિ મેળવવામાં 11 દિવસનો સમય લાગ્યો હતો.
જ્યારે ‘ગદર 2’એ 12 દિવસમાં 400 કરોડનો આંકડો પાર કર્યો હતો. હવે ‘જવાન’ બોલિવૂડની આ બંને ફિલ્મોના રેકોર્ડને સારા એવા અંતરથી પાર કરવાની છે. શાહરૂખની ‘પઠાણ’ એ બોલીવુડની સૌથી મોટી ફિલ્મ છે જેનું વિશ્વભરમાં કુલ કલેક્શન રૂ. 1000 કરોડથી વધુ છે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે ‘જવાન’ની કમાણી ક્યાં સુધી પહોંચે છે.