Shah Rukh Khan starrer Jawan grosses Rs 520 crore globally in 4 days : ફિલ્મ ‘જવાન’થી (Jawan) શાહરૂખ ખાને થિયેટર્સમાં એ દિવસ બતાવવાનું શરૂ કર્યુ, જેનું સપનું ફિલ્મ બિઝનેસ ક્યારનું જોતુ હશે. પહેલા દિવસથી જ થિયટરમાં શાહરૂખની જવાનનો ક્રેઝ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે અને આ ખાલી ભારતમાં જ નહિ પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ છે.
શાહરૂખની જવાનનો ક્રેઝ
આ વર્ષની શરૂઆતમાં શાહરૂખે ‘પઠાણ’થી (Pathaan) ધુંઆધાર વાપસી કરી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર કમાણીના એવા આંકડા સ્થાપિત કર્યા જે બોલિવુડ ફિલ્મોએ પહેલા ક્યારેય નહિ જોયા હોય. હવે ‘જવાન’થી શાહરૂખ તો જાણે એ સાબિત કરે છે કે તેના અનલિમિટેડ સ્વેગનો જાદુ બોક્સઓફિસની સાઇઝ એટલી વધારી શકે છે કે કોઇ અનુમાન ન લગાવી શકે.
4 જ દિવસમાં કરી રેકોર્ડ બ્રેક કમાણી
ગુરુવારે જન્માષ્ટમી પર રીલિઝ થયેલી જવાને પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરી, શુક્રવારે થોડી ફિલ્મ હલ્કી પડી પણ શનિવારે તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તોફાન લાવી દીધુ. રવિવારે તો જવાને કમાલ જ કરી દીધી. હિંદી ફિલ્મોનો સૌથી કમાણીવાળો દિવસ જવાને લાવી દીધો. 4 જ દિવસમાં જવાને બબાલ મચાવી દીધી.
માત્ર રવિવારનું કલેક્શન 80 કરોડ
ટ્રેડ રીપોર્ટ્સ જણાવે છે કે રવિવારે જવાને ભારતમાં 80 કરોડ રૂપિયાથી વધારેનું નેટ કલેક્શન કરી દીધુ. ચોથા દિવસે શાહરૂખની ફિલ્મનું કલેક્શન 80થી 82 કરોડ રૂપિયા વચ્ચે છે. કોઇ પણ બોલિવુડ ફિલ્મે પહેલીવાર એક જ દિવસમાં આટલી કમાણી કરી હશે. માત્ર હિંદીમાં જવાને રવિવારે 70 કરોડથી વધારેનું કલેક્શન કર્યુ હતુ.
પઠાણ અને ગદર-2નો પણ રેકોર્ડ તોડ્યો
રવિવારના દિવસે કમાણી કરનાર સૌથી મોટી ફિલ્મો પઠાણ અને ગદર-2 પણ 60 કરોડનો આંકડો પાર નહોતી કરી શકી. જો કે, જવાન બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે. જવાને માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશી માર્કેટ્સમાં પણ ખૂબ કમાણી કરી છે.
વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 535 કરોડ
વિદેશમાંથી જે કમાણી થઇ છે તેણે ગ્લોબલ બોક્સ ઓફિસ પર શાહરૂખની ફિલ્મને ઘણી મજબૂત બનાવી દીધી છે. માત્ર 3 જ દિવસમાં જવાને 300 કરોડનો આંકડો પાર કરી દીધો અને વર્લ્ડ વાઇડ કલેક્શન 384 કરોડથી પણ વધારે પહોંચી ગયો. 4 જ દિવસમાં જવાનનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 535 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ.
ઇન્ડિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ સ્ટાર
શાહરૂખ ખાને જવાનથી બોક્સ ઓફિસને હલાવી નાખ્યુ છે. રોજ ફિલ્મની કમાણી એવા એવા રેકોર્ડ બનાવી રહી છે જે ક્યારેય કોઇએ વિચાર્યુ નહિ હોય. પઠાણ બાદ શાહરૂખ જવાનથી બધાને બતાવી રહ્યા છે કે તે ઇન્ડિયાના સૌથી મોટા ઇન્ટરનેશનલ સ્ટાર છે.
શાહરૂખની ‘પઠાણ’ બાદ લોકો ‘જવાન’ની રાહ જોઈ રહ્યા હતા અને તેની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. ત્યારે હવે ચાહકો શાહરૂખની અપકમિંગ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કે શાહરૂખની આગામી ફિલ્મો કઈ છે.
ટાઇગર 3
સલમાન ખાને ‘પઠાણ’માં કેમિયો કર્યો હતો. ત્યાં તેનું પાત્ર ટાઇગર પઠાણને રશિયન સૈનિકોથી બચાવવા આવે છે અને બદલામાં પઠાણ જરૂર પડે ત્યારે ટાઈગરને મદદ કરવાનું વચન આપે છે. ત્યારે હવે પઠાણ ‘ટાઈગર 3’માં પોતાનો વાયદો પૂરો કરતો જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન અને શાહરૂખનો આ સીન ‘ટાઈગર 3’ના સૌથી મોટા એક્શન સીનમાંથી એક હશે.
ડંકી
‘પઠાણ’ અને ‘જવાન’થી આ સાવ અલગ ફિલ્મ છે. શાહરૂખ આ ફિલ્મથી તેના ચાહકોને ખુશ કરી દેશે. ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી ટિપિકલ કોમર્શિયલ માસ મસાલા ફિલ્મો બહુ થઇ હવે વારો છે સેંસિબલ સિનેમાનો. રાજકુમાર હિરાણી એવા દિગ્દર્શક છે જે ક્રિટિકલ અને કોમર્શિયલ વચ્ચેનું સંતુલન જાણે છે. શાહરૂખ અને રાજકુમાર હિરાણી ‘મુન્નાભાઈ MBBS’માં સાથે કામ કરવાના હતા. પરંતુ પછી તે થઇ શક્ય બન્યુ નહિ.
‘ડિંકી’ની વાત કરીએ તો, તે ડિસેમ્બર 2023માં રિલીઝ થશે એવું કહેવાય છે. પરંતુ આ મુશ્કેલ લાગી રહ્યુ છે કારણ કે ફિલ્મ રિલીઝ થવામાં ત્રણેક મહિના જેટલો સમય બાકી છે અને તેનું ઓફિશિયલ પોસ્ટર સુધી પણ હજુ બહાર આવ્યું નથી. શક્ય છે કે મેકર્સ તેની રિલીઝ ડેટ 2024માં શિફ્ટ કરી શકે.
સુહાના ખાન ફિલ્મ
શાહરૂખની પુત્રી સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝ 7 ડિસેમ્બર 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે, તે પછી તેની અપકમિંગ ફિલ્મ સ્પાય એક્શન થ્રિલર હશે. આને ‘કહાની’ વાળા સુજોય ઘોષ બનાવવા જઈ રહ્યા છે. શાહરૂખ અને ગૌરીની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ આ ફિલ્મ પર પૈસા લગાવશે. સુહાના જાસૂસના લીડ રોલમાં હશે. જો કે આ ફિલ્મમાં શાહરૂખની પણ મહત્વની ભૂમિકા હશે. તે સુહાનાનો હેન્ડલર બનશે.
ટાઇગર vs પઠાણ
‘પઠાણ’ની જોરદાર સફળતા બાદ આદિત્ય ચોપરાએ સલમાન અને શાહરૂખને એક ફિલ્મમાં સાથે લાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મનું નામ ‘ટાઈગર વર્સેસ પઠાણ’ હશે. ફિલ્મનો વિચાર ‘કેપ્ટન અમેરિકાઃ સિવિલ વોર’થી પ્રેરિત છે. ટાઈગર અને પઠાણ વચ્ચે કોઈ કારણસર મતભેદ હશે. બંને લડશે અને પછી અંતે સાથે આવશે. ‘વોર’ અને ‘પઠાણ’ બનાવનાર સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મનું નિર્દેશન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ 2024ના શરૂઆતના મહિનામાં શરૂ થશે.
પઠાણ 2
શાહરૂખ હવે થોડા સમય સુધી માસી ફિલ્મો કરવા જઈ રહ્યો છે. આ એવી ફિલ્મો છે જે ક્વોલિટીના હિસાબે ભલે શ્રેષ્ઠ કામ ન હોય પણ કમાણીની દ્રષ્ટિએ ટોચ પર રહેશે. ‘પઠાણ’ તેની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે અને હવે જવાન પણ તેના કરતા આગળ નીકળી રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવે મેકર્સ તેને પઠાણની સિક્વલ પણ બનાવશે. જો કે આ અંગે કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જે રીતે YRF સ્પાઇ યુનિવર્સને વધારી રહ્યું છે, તે તર્ક દ્વારા ‘પઠાણ 2’ દૂર નથી.
જવાન 2
મેકર્સે ‘જવાન’ના અંતમાં એક નાનકડો સીન રાખ્યો, ત્યાં શાહરૂખનું પાત્ર આઝાદ આગામી મિશન વિશે પૂછે છે. ત્યારે સંજય દત્તનું પાત્ર નાયક કહે છે, ‘સ્વિસ બેંક’. ઘણા લોકોએ તેને સિક્વલના સંકેત તરીકે જોયું. કેટલાક મીડિયા અહેવાલો પણ ચર્ચામાં છે, જે મુજબ એટલીએ ‘જવાન 2’ની કહાની પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ સમાચારોને ન તો કોઈએ નકાર્યા છે અને ના તો પુષ્ટિ કરી છે.
1 thought on “શાહરૂખ ખાનની ‘Jawan’ લાવી હિંદી સિનેમાનો સૌથી કમાઉ દિવસ, 4 જ દિવસમાં કલેક્શનમાં 500 કરોડ પાર”