Tiger 3 Poster OUT : સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફે (Katrina Kaif) પોતાની અપકમિંગ ફિલ્મ ટાઇગર-3 (Tiger 3) નું એક નવું પોસ્ટર રીલિઝ કર્યુ છે. આ પોસ્ટર 7 સપ્ટેમ્બરે રીલિઝ થનાર ટીઝર પહેલા લોન્ચ કર્યુ. ટાઇગર 3 ફિલ્મ આ દીવાળીએ રીલિઝ થવાની છે.

જવાનના ઇન્ટરવલમાં હશે ટાઇગર-3નું ટીઝર રીલિઝ
આ જ તારીખે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન પણ રીલિઝ થઇ રહી છે. જવાન અને ટાઇગર 3નું કનેક્શન આ ટીઝરમાં જોવા મળશે. જેની એક ઝલક આજે એટલે કે 2 સપ્ટેમ્બરે જારી કરવામાં આવેલ પોસ્ટરમાં પણ દેખાઇ રહી છે. પોસ્ટરથી એ પણ ખબર પડી કે ફિલ્મની સ્ટોરી સલમાન ખાનની ‘ટાઇગર જિંદા હૈ’ ‘વોર’ અને ‘પઠાણ’ના સીક્વન્સને જારી રાખશે.
અંગ્રેજી, હિંદી, તમિલ અને તેલુગુમાં પોસ્ટર રીલિઝ કરતા સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- હું આવી રહ્યો છું ! #ટાઇગર 3 દીવાળી 2023 પર. આને મોટી સ્ક્રીન પર જુઓ.

સલમાન ખાનની પોસ્ટ પર સંગીતા બિજલાનીની કમેન્ટ
સંગીતા બિજલાનીએ સલમાનની પોસ્ટ પર ‘ટાઇગર’ અને ફાયર ઇમોજી સાથે કમેન્ટ કરી. ચાહકો પણ સલમાન ખાનની આ પોસ્ટ પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
કેટરીના કૈફે પણ પોસ્ટર શેર કરતા કેપ્શન લખ્યુ- “No limits. No Fear. No turning back.
<
View this post on Instagram
‘ટાઇગર 3’ની સ્ટાર કાસ્ટ
‘ટાઇગર 3’નું ડાયરેક્શન મનીષ શર્માએ કર્યુ છે, જે બેંડ બાજા બારાત અને ફેન જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. આ ફિલ્મને આદિત્ય ચોપરાએ પ્રોડ્યુસ કરી છે. આ યશરાજ ફિલ્મ્સના સ્પાઇ યુનિવર્સનો હિસ્સો છે અને તેમાં ઇમરાન હાશમી, રેવતી, રણવીર શૌરી, વિશાલ જેઠવા, રિદ્ધિ ડોગરા અને શાહરૂખ ખાને પઠાણના રૂપમાં એક કેમિયો કર્યો છે.

સલમાન ખાનના ફેન્સ આ પોસ્ટર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે
સલમાન ખાનના ફેન્સ આ પોસ્ટર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- વાહ, હું આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું. અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ પોસ્ટર પર પ્રતિક્રિયા આપી છે. પોસ્ટર શેર કરતી વખતે કેટરીના કૈફે લખ્યું- કોઈ સીમા નહીં, ડર નહીં, પાછા વળવું નહીં! આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.
જાસૂસ બ્રહ્માંડની શરૂઆત 2012માં નિર્માતા આદિત્ય ચોપરાની ફિલ્મ ‘એક થા ટાઈગર’થી થઈ હતી. આ પછી આ ફ્રેન્ચાઈઝીમાં ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘વાર’ અને ‘પઠાણ’ના નામ જોડવામાં આવ્યા.