Tag Archives: મહાકુંભ

મહાકુંભ પર ભારે મૌની અમાસ , નાસભાગ પર CM યોગીએ શું કહ્યું?

મહાકુંભમાં 28 જાન્યુઆરીએ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 10થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 50થી વધુ ઘાયલ છે.આ ભાગદોડમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઉચ્ચ કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે. સંગમ કિનારેથી આવી રહેલા ચિત્રો ખૂબ જ ડરામણા છે. ભાગદોડ પછી, હજારો ચંપલ, જૂતા અને કપડાં જમીન પર પડેલા દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે તો કેટલાક પોતાનો માલસામાન શોધી રહ્યા છે. આ દરમિયાન પોલીસ પ્રશાસન ડરેલા લોકોને મદદ કરતું જોવા મળ્યું. વહીવટીતંત્રની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ તે સારી વાત હતી. તો બીજી બાજુ એરિયલ વ્યૂમાં આખા સંગમ તટ પર લોકો જ લોકો દેખાઈ રહ્યા છે, ક્યાંય જમીન તો દેખાતી જ નથી.

મહાકુંભમાં નાસભાગ બાદ અખાડાઓનું શાહી સ્નાન રદ કરવામાં આવ્યું છે. નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે ​​મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી. નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. નાસભાગ બાદ મહાકુંભની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે.


અકસ્માત બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે, શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સીએમ યોગીએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ભીડનું દબાણ વધી રહ્યું છે. શ્રદ્ધાળુઓની મદદ માટે પોલીસ તૈનાત છે. મારી અપીલ છે કે અફવાને અવગણો.

ધીરજથી કામ લેવું. આ ઇવેન્ટ દરેક માટે છે.ભક્તોએ માતા ગંગા પાસે જે પણ ઘાટ હોય ત્યાં સ્નાન કરવું જોઈએ. સંગમ તરફ જવાનો પ્રયાસ કરશો નહીં. સ્નાન કરનારાઓ માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે સરળતાથી સ્નાન કરી શકો છો.જણાવી દઈએ કે, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે. મહાકુંભમાં ભાગદોડ બાદ ગૃહમંત્રી અમિત શાહે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે. દરમિયાન, પંચાયતી નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીએ કહ્યું, ‘ભીડ ખૂબ વધારે છે. ભીડને ધ્યાનમાં રાખીને, અખાડા પરિષદે નક્કી કર્યું છે કે, આપણે વસંત પંચમી પર સ્નાન કરીશું.’મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ સ્વામી રામભદ્રાચાર્યનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, ‘હું ભક્તોને વિનંતી કરું છું કે કુંભમાં ઘણી ભીડ છે તેથી સંગમ જવાનો આગ્રહ છોડી દો.’ નજીકમાં જે પણ ઘાટ હોય ત્યાં સ્નાન કરો. બધા કૃપા કરીને સુરક્ષિત રહો. હું અખાડાઓને પણ આજના અમૃત સ્નાનને રદ કરવા કહીશ.