Tag Archives: Bank Holidays

Bank Holidays in September 2023: સપ્ટેમ્બરમાં 16 દિવસ બેંક રહેશે બંધ, ચેક કરી લો છુટ્ટીનું પૂરુ લિસ્ટ

Bank Holidays in September 2023 : જો તમારે આગલા મહિને કોઇ બેંક સાથે જોડાયેલ કામ છે તો આ ખબર તમારા માટે કામની છે. જી હાં, કેમ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સપ્ટેમ્બર મહિનાની છુટ્ટીનું લિસ્ટ (Bank Holidays in September) જારી કરી દેવામાં આવ્યુ છે. આ લિસ્ટ અનુસાર તમે તમારા કામની યોજના બનાવી શકો છો.

 

RBIના દિશાનિર્દેશ

RBI તરફથી જારી કરાયેલ છુટ્ટીઓની લિસ્ટ અનુસાર દેશના અલગ અલગ રાજ્યોમાં બેંક મહિનાના બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવાર સહિત 16 દિવસ બંધ રહેશે. RBIના દિશાનિર્દેશો અનુસાર, બધા સાર્વજનિક ક્ષેત્રના બેંક, પ્રાઇવેટ ક્ષેત્રના બેંક અને વિદેશી બેંક તેમજ સહકારી બેંક સ્થાનીય તહેવારો સાથે સાથે રાષ્ટ્રીય છુટ્ટીઓ અને લોકલ છુટ્ટીઓ અનુસાર બંધ રહેશે.

Bank Holidays in September 2023

સપ્ટેમ્બરમાં છે ઘણા તહેવાર

6 અને 7 સપ્ટેમ્બરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને 28 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદ જેવા નેશનલ હોલિડેને કારણે દેશભરમાં બેંક બંધ રહેશે. જેને કારણે ગ્રાહકો અંતિમ સમયની પરેશાનીઓથી બચવા માટે બેંક સાથે જોડાયેલ કામકાજની યોજના પહેલા જ બનાવી લે. જો કે, પૂરા દેશમાં ઇન્ટરનેચ બેંકિંગ સેવા અને ATM સેવા સર્વિસ ચાલુ રહે છે.

Bank Holidays in September 2023

સપ્ટેમ્બર મહિનાની છુટ્ટીઓનું લિસ્ટ (Bank Holidays in September 2023 List)

  1. 3 સપ્ટેમ્બર, 2023: રવિવાર
  2. 6 સપ્ટેમ્બર 2023: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી
  3. 7 સપ્ટેમ્બર 2023: જન્માષ્ટમી (શ્રવણ સંવત-8) અને શ્રી કૃષ્ણ અષ્ટમી
  4. સપ્ટેમ્બર 9, 2023: બીજો શનિવાર
  5. 10 સપ્ટેમ્બર 2023: રવિવાર
  6. 17 સપ્ટેમ્બર , 2023: રવિવાર
  7. 18 સપ્ટેમ્બર 2023: વરસિદ્ધિ વિનાયક વ્રત અને વિનાયક ચતુર્થી
  8. 19 સપ્ટેમ્બર 2023: ગણેશ ચતુર્થી
  9. 20 સપ્ટેમ્બર, 2023: ગણેશ ચતુર્થી (બીજો દિવસ) અને નુઆખાઈ (ઓડિશા)
  10. 22 સપ્ટેમ્બર, 2023: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ
  11. 23 સપ્ટેમ્બર 2023: ચોથો શનિવાર અને મહારાજા હરિ સિંહનો જન્મદિવસ
  12. 24 સપ્ટેમ્બર 2023: રવિવાર
  13. 25 સપ્ટેમ્બર 2023: શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ
  14. સપ્ટેમ્બર 27, 2023: મિલાદ-એ-શરીફ (પૈગંબર મોહમ્મદનો જન્મદિવસ)
  15. સપ્ટેમ્બર 28, 2023: ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબી
  16. 29 સપ્ટેમ્બર, 2023: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી ઈન્દ્રજાત્રા અને શુક્રવાર (જમ્મુ અને શ્રીનગર)
Bank Holidays in September 2023

Bank Holidays in August 2023:

  1. 6 ઓગસ્ટ, 2023 – રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે
  2. 8 August, 2023 – ગંગટોકમાં તેન્દોંગ લ્હો રમ ફાતના કારણે રજા હતી
  3. 12 August 2023- બીજા શનિવારે સમગ્ર દેશમાં બેંકો બંધ હતી
  4. 13 August 2023- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ હતી
  5. 15 August 2023- સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ હતી
  6. 16 August 2023- પારસી નવા વર્ષને કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ હતી
  7. 18 August 2023- શ્રીમંત શંકરદેવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંકો બંધ હતી
  8. 20 August 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ હતી
  9. 26 August 2023 – ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે
  10. 27 August 2023- દેશભરની બેંકોમાં રવિવારની રજા રહેશે
  11. 28 August 2023 – પ્રથમ ઓણમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે
  12. 29 August, 2023 – તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા
  13. 30 August – જયપુર અને શિમલામાં રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે
  14. 31મી August 2023 – રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લહબસોલના કારણે દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં બેંક રજા

RBIની ગાઇડલાઇન અનુસાર, બધી સાર્વજનિક છુટ્ટીઓ સિવાય દર રવિવારે બેંકોની છુટ્ટી રહે છે. આ ઉપરાંત બેંક બીજા અને ચોથા શનિવારે પણ બંધ રહે છે.