Tag Archives: Bigg Boss 17

Bigg Boss 17 ના મેકર્સે ખખડાવ્યો આ 12 સેલેબ્સનો દરવાજો, TRP લિસ્ટમાં હશે સલમાન ખાનનો જલવો

Bigg Boss 17 Confirm Contestants List: સલમાન ખાનનો ફેમસ રિયાલિટી શો “Bigg Boss 17” 15 ઓક્ટોબરથી ટીવી પર આવવા જઈ રહ્યો છે. શો શરૂ થવામાં માત્ર 10 દિવસ બાકી છે. ત્યારે આ સિઝનમાં કયા સેલેબ્સ શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે તે જાણવા માટે દરેક લોકો બેતાબ થઇ રહ્યા છે.

Bigg Boss 17 માં અંકિતા લોખંડે, વિકી જૈન, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના નામની પુષ્ટિ થઈ ગઈ છે. અભિનેતા ફહમાન ખાને પણ શોમાં તેની એન્ટ્રી અંગે મૌન તોડ્યું છે. ત્યારે એક રીપોર્ટમાં સલમાન ખાનના શો Bigg Boss 17 ના કંટેસ્ટેંટ્સની કન્ફર્મ લિસ્ટ જણાવવામાં આવી, તો ચાલો જાણીએ.

અંકિતા લોખંડે અને વિકી જૈન (Ankita Lokhande) (Vicky Jain)

આ યાદીમાં પહેલું નામ અભિનેત્રીઓ અંકિતા લોખંડે અને વિકી જૈનનું છે. રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ બિગ બોસના ઘરમાં કેદ થવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ બંને લગભગ 200 કપડાં સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશે.

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ (Aishwarya Sharma) (Neil Bhatt)

‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ પણ ‘બિગ બોસ 17’નો ભાગ હશે. શો માટે બંનેના નામ કન્ફર્મ થઈ ગયા છે.

ઈશા સિંહ (Eisha Singh)

ફેમસ ટીવી એક્ટ્રેસ ઈશા સિંહ પણ ‘બિગ બોસ 17’ના ઘરમાં એન્ટ્રી કરશે. જોકે, અત્યાર સુધી ઈશાએ સલમાન ખાનના શોમાં તેની એન્ટ્રી પર પોતાનું મૌન તોડ્યું નથી.

હર્ષ બેનીવાલ (Harsh Beniwal)

ફેમસ યુટ્યુબર હર્ષ બેનીવાલ પણ ‘બિગ બોસ 17’માં ધૂમ મચાવતો જોવા મળશે. આ શો માટે હર્ષનું નામ પણ કન્ફર્મ થઈ ગયું છે.

ઈશા માલવિયા (Isha Malviya)

આ શો માટે ‘ઉદારિયાં’ ફેમ ઈશા માલવિયાનું નામ પણ કન્ફર્મ થઈ ગયું છે. અભિનેત્રીએ પોતે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ‘બિગ બોસ 17’માં પ્રવેશવાનો સંકેત આપ્યો છે.

જય સોની (Jay Soni)

અભિનેતા જય સોની તાજેતરમાં જ સ્ટાર પ્લસના પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો ભાગ બન્યો છે. હવે જો રિપોર્ટ્સનું માનીએ તો જય સોની ‘બિગ બોસ 17’નો ભાગ હશે.

કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક (Kanwar Dhillon) (Alice Kaushik)

ફેમસ ટીવી કપલ કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક પણ સલમાન ખાનના શોમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો કપલે શોમાં એન્ટ્રીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

સમર્થ જુરેલ (Samarth Jurel)

અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ઉદારિયાં’ એક્ટર સમર્થ જુરેલ પણ બિગ બોસ 17નો ભાગ હશે. જો કે, અભિનેતાએ હજી સુધી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ફહમાન ખાન (Fahmaan Khan)

‘ઇમલી’ ફેમ ફહમાન ખાન વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અભિનેતા ‘બિગ બોસ 17’નો ભાગ હશે. જોકે, ફહમને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે અત્યારે આ માટે તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ટીવી પર સૌથી વધુ જોવાયેલા રિયાલિટી શો Bigg Boss માં ઘણા કંટેસ્ટેંટ્સ આવ્યા છે, જેમાંથી દરેકની પોતાની આગવી કહાની છે. તેમના ભવ્ય જીવનને બાજુ પર રાખીને આ કંટેસ્ટેંટ મહિનાઓથી અન્ય લોકો સાથે ઘરની અંદર બંધ હતા અને કહેવાની જરૂર નથી, કેટલાક સેલેબ્સે બિગ બોસના ઘરમાં રહેવા માટે મોટી રકમ વસૂલ કરી છે.

ઈમલી ફેમ સુમ્બુલ તૌકીર ખાનથી લઈને ટીવીની પ્રખ્યાત વહુ દીપિકા કક્કર સુધી… ઘણા સેલેબ્સ એવા છે જેમણે સલમાન ખાનના શોમાં હાજરી આપવા માટે સૌથી મોટી રકમ વસૂલી છે. Bigg Boss ની 17મી સીઝન હવે ગણતરીના દિવસોમાં જ આવી રહી છે અને આ સિઝનની હાઇએસ્ટ પેઇડ કંટેસ્ટેંટ અંકિતા લોખંડે કહેવામાં આવી રહી છે, ત્યારે આ પહેલા પણ ઘણા એવા કંટેસ્ટેંટ્સ હતા જેમણે શોનો ભાગ બનવા માટે સૌથી વધુ ફી વસૂલી હતી.

પામેલા એન્ડરસન

ફેમસ સીરિયલ બેવોચમાં સીજે પાર્કરનું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનારી પામેલા એન્ડરસનને કોઈ ઓળખની જરૂર નથી. બિગ બોસ સીઝન 4માં આવવા માટે પામેલા એન્ડરસને માત્ર ત્રણ દિવસ માટે 2 કરોડ રૂપિયા ફી લીધી હતી.

શ્રીસંત

બિગ બોસ સીઝન 12: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર શ્રીસંતે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. શ્રીસંતે બિગ બોસના ઘરમાં રહેવા માટે દર અઠવાડિયે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

ખલી

બિગ બોસ સીઝન 4માં ખલીએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ધ ગ્રેટ ખલી બિગ બોસ સીઝન 4ના ગ્રાન્ડ ફિનાલેનો પ્રથમ રનર અપ હતો. ખલીએ બીબી હાઉસ જવા માટે દર અઠવાડિયે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

કરણવીર બોહરા

બિગ બોસ 12માં અભિનેતા કરણવીર બોહરાએ ભાગ લીધો હતો. તે આ શોનો વિનર તો ન બની શક્યો પરંતુ કરણવીરે પોતાની જર્નીથી બધાને પ્રભાવિત કર્યા. કરણવીરને દર અઠવાડિયે 20 લાખ રૂપિયાની ફી આપવામાં આવી હતી.

દીપિકા કક્કર

ટીવીની જાણીતી એક્ટ્રેસ દીપિકા કક્કર બિગ બોસ 12નો ભાગ બની હતી. અભિનેત્રીએ આ ઘરમાં રહેવા માટે દર અઠવાડિયે 15 લાખ રૂપિયા લીધા હતા.

સુમ્બુલ તૌકીર ખાન

બિગ બોસ સીઝન 16 ઇમલી ફેમ સુમ્બુલ તૌકીર ખાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી. બિગ બોસના ઘરમાં પ્રવેશવા માટે અભિનેત્રીએ મોટી રકમ વસૂલી હતી. તેણે દર અઠવાડિયે 12 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

કરિશ્મા તન્ના

બિગ બોસ સીઝન 8 કરિશ્મા તન્નાએ ઘણી હેડલાઈન્સ બનાવી છે. અભિનેત્રી દર અઠવાડિયે 10 લાખ રૂપિયા ફી વસૂલી હતી.

સિદ્ધાર્થ શુક્લા

બિગ બોસ સીઝન 13માં ફેન્સે સિદ્ધાર્થ શુક્લાને ઘણો પ્રેમ આપ્યો હતો. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી દરેકને પસંદ પડી હતી. સિદ્ધાર્થે બીબી હાઉસમાં રહેવા માટે દર અઠવાડિયે 9 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

કરણ કુન્દ્રા

બિગ બોસ સીઝન 15 કરણ કુન્દ્રા તેજસ્વી પ્રકાશ સાથેના સંબંધોને કારણે ખૂબ જ પ્રખ્યાત થયો હતો. આ એક્ટરે આખી સિઝન માટે 4.5 કરોડ રૂપિયા પણ લીધા હતા.

રિમી સેન

અભિનેત્રી રિમી સેને બિગ બોસ સીઝન 9 માં પ્રવેશવા માટે 2 કરોડ રૂપિયા ફી લીધી હતી. રિમી સેન પણ બિગ બોસ 9ની સૌથી મોંઘી સ્પર્ધકોમાંથી એક હતી.

આ દિવસે હશે ‘Bigg Boss 17’ નું ગ્રાન્ડ પીમિયર, અહીં ચેક કરો ટાઇમિંગ અને કંટેસ્ટેંટ્સની ફુલ લિસ્ટ

Salman Khan Bigg Boss 17 Premiere: બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનના લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો Bigg Boss 17 ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Bigg Boss 17 ને લઈને લગભગ દરરોજ કોઈને કોઈ અપડેટ સામે આવતી રહે છે. ત્યારે હવે Bigg Boss 17 ના પ્રીમિયર, થીમ અને કંટેસ્ટેંટ્સ વિશેની માહિતી તેમજ તમામ વિગતો અમે તમારા માટે લઇને આવ્યા છીએ.

Bigg Boss 17

Bigg Boss 17 ક્યારે શરૂ થશે?

તાજેતરમાં જ સલમાન ખાનના શો ‘બિગ બોસ 17’નો પ્રોમો વીડિયો રિલીઝ થયો હતો. જેમાં સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે આ વખતે ઘરની અંદર દિલ, દિમાગ અને શક્તિની રમત જોવા મળશે. આ પ્રોમો રિલીઝ થયા પછી દરેક લોકો Bigg Boss 17 ના પ્રીમિયર માટે આતુર છે. જણાવી દઈએ કે Bigg Boss 17 નું ગ્રાન્ડ પ્રીમિયર 15 ઓક્ટોબરે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે અને 11:00 વાગ્યા સુધી ચાલશે.

Bigg Boss 17

‘Bigg Boss 17’નું ભવ્ય પ્રીમિયર ક્યાં જોઇ શકાશે

Bigg Boss 17 ના પ્રીમિયરની રિલીઝ ડેટ જાહેર થતાં જ ચાહકો આ શો માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કલર્સ ટીવી ચેનલ પર Bigg Boss 17 નું ભવ્ય પ્રીમિયર અને આ સીઝન જોઈ શકાશે. આ શો સોમવારથી શુક્રવાર સુધી કલર્સ પર રાત્રે 10 થી 11 વાગ્યામાં ટેલિકાસ્ટ થશે. જ્યારે ઓનલાઈન તમે OTT પ્લેટફોર્મ Jio Cinema પર ‘Big Boss 17’ લાઈવ જોઈ શકો છો.

Bigg Boss 17

Bigg Boss 17 કંટેસ્ટેંટ્સની યાદી

આ વખતે Bigg Boss 17 ના કંટેસ્ટેંટ્સની થીમ સિંગલ વર્સિસ કપલ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં કુલ 20 કંટેસ્ટેંટ્સ એન્ટ્રી લેશે, જેમાંથી કેટલાક કપલ હશે અને કેટલાક સિંગલ હશે. તમને કહી દઇએ કે, હજુ કંટેસ્ટેંટ્સના નામની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Bigg Boss 17

Bigg Boss 17 ના ઘરની થીમ

કંટેસ્ટેંટ્સની જેમ ‘Bigg Boss 17’ નું ઘર પણ આ વખતે એક ખાસ થીમ પર આધારિત છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર Bigg Boss 17 ના ઘરની અંદરનો વીડિયો સામે આવ્યો હતો, જેના કારણે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે ‘બિગ બોસ 17’ના ઘરની થીમ બિગ બોસ સીઝન 7 જેવી જ હશે.ઘરમાં રહેતા સભ્યો માટે લક્ઝરી અને નોન-લક્ઝરી સેક્શન બનાવવામાં આવશે.

Bigg Boss 17

Bigg Boss 17 નું ગ્રાન્ડ પ્રીમિયર 15 ઓક્ટોબરે

લોકપ્રિય રિયાલિટી શો Bigg Boss 17 નું ગ્રાન્ડ પ્રીમિયર 15 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, તે પહેલા જ સેટનો જે અંદરનો વીડિયો લીક થયો હતો, તેમાં ઘરની અંદરનો નજારો ખૂબ જ રંગીન અને વૈભવી જોવા મળી રહ્યો હતો.

Bigg Boss 17

કાસ્ટિંગ ડાયરેક્ટર આકાશ શર્મા, જે કલર્સ ચેનલ અને એન્ડ મોલના પ્રોડક્શન હાઉસ BANIJAY માટે કામ કરે છે, તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી Bigg Boss 17 હાઉસનો અંદરનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઘર નિર્માણાધીન દેખાઈ રહ્યું છે, જેનું કામ હજુ પૂર્ણ થયું નથી. આ શોનું 15 ઓક્ટોબરે પ્રીમિયર છે.

Bigg Boss 17

અંકિતા લોખંડે-વિકી જૈન બિગ બોસ 17માં 200 જોડી કપડાં લઇ જશે

અહેવાલો અનુસાર, અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનની કંટેસ્ટેંટ્સની લિસ્ટમાં પુષ્ટિ માનવામાં આવે છે. અંકિતા શોની સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક હોવાના પણ સમાચાર છે. આ કપલે શો માટે 200 જોડી ડિઝાઇનર આઉટફિટ્સ તૈયાર કર્યા છે.

Bigg Boss 17

શોનો મુંબઈમાં સેટ, સલમાન આખી સિઝન નહીં કરે હોસ્ટ

આ વર્ષે સલમાન ખાન બિગ બોસ 17 ને હોસ્ટ કરવાના નહોતા, પરંતુ મેકર્સે તેને મનાવી લીધા. જો કે, એવા અહેવાલો પણ છે કે સલમાન આખી સિઝન હોસ્ટ નહીં કરે પરંતુ માત્ર પ્રથમ બે મહિના માટે જ હોસ્ટ કરશે. તેનું કારણ વ્યસ્ત શૂટિંગ શિડ્યુલ છે. સલમાનની લોકપ્રિયતાને જોતા બિગ બોસના મેકર્સ પણ તેની શરત માની ગયા. હાલમાં, મેકર્સ સલમાનના સ્ટેન્ડબાય હોસ્ટની શોધમાં છે.

Bigg Boss 17

બિગ બોસ 17ના લોગોમાં પણ મોટા ફેરફારો થયા છે

આ વર્ષે શોનો લોગો બદલવામાં આવ્યો છે. 17મી સીઝનનો લોગો નારંગી રંગની અનેક બારીઓ અને દરવાજાઓથી બનેલો હશે જેમાંથી આગ નીકળતી દેખાશે.

Bigg Boss ની અપડેટ અને વીડિયો માટે અહીં કરો ક્લિક- જુઓ

‘Bigg Boss 17’ ના લગ્ઝરી હાઉસનો ઇનસાઇડ વીડિયો થયો લીક, આ વખતે સૌથી અલગ છે અંદરનો નજારો

Bigg Boss 17 House Inside Video: રિયાલિટી શો ‘Bigg Boss 17’ 15 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યુ છે. શોના કંટેસ્ટંટને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, અને આ સાથે Bigg Boss ના ઘરની પ્રથમ ઝલકની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે તેમની રાહ પૂરી થઈ છે. ‘Bigg Boss 17’ના ઘરનો પહેલો અંદરનો વીડિયો સામે આવ્યો છે.

Bigg Boss 17

‘Bigg Boss 17’ હાઉસનો અંદરનો વીડિયો થયો લીક

‘Bigg Boss 17’ ના સેટ પરથી પહેલો વીડિયો લીક થયો છે. આ વખતે ઘર અન્ય સીઝનની સરખામણીમાં અંદરથી એકદમ અલગ છે. વીડિયોમાં ઘરના સેટનું બાંધકામ ચાલી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યુ છે. જેને પીચ અને પિંક કલરના કોમ્બિનેશનથી રંગવામાં આવ્યુ છે. વાયરલ થયેલા વીડિયોમાં કિચન એરિયા અને લિવિંગ રૂમ જોઈ શકાય છે. ‘Bigg Boss 17’ ના સેટનો આ વીડિયો જોયા પછી એવું કહેવું ખોટું નહીં હોય કે આ વખતે ‘Bigg Boss 17’ નું ઘર ખૂબ જ આલીશાન હશે અને થીમ પણ સૌથી અલગ…

Bigg Boss 17

આ વખતે છે આ થીમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ‘Bigg Boss 17’ ની થીમ કપલ વર્સિસ સિંગલ છે. આનો અર્થ એ છે કે કેટલાક કંટેસ્ટેંટ કપલ તરીકે તો કેટલાક સિંગલમાં એન્ટ્રી કરશે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે શોમાં એન્ટ્રી કરી શકે છે,

Bigg Boss 17

જ્યારે ઐશ્વર્યા શર્મા તેના પતિ નીલ ભટ્ટ સાથે, આ સિવાય મુનવ્વર ફારૂકી, શીઝાન ખાન, અરમાન મલિક, ઈશા માલવીયા અને ફૈઝુની એન્ટ્રીના અહેવાલ છે. જો કે, આ કંટેસ્ટંટમાંથી ફક્ત એક જ કપલના નામની પુષ્ટિ થઈ છે, અને તે છે અંકિતા અને વિકી જૈન.

Bigg Boss 17

તમે અહીં શો જોઈ શકો છો

આ શો 15 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે શરૂ થશે. આ શોને તમે કલર્સ સિવાય Jio સિનેમા એપ્લિકેશન પર 24-કલાક લાઇવ ફીડ સાથે જોઈ શકો છો. બાકીના દિવસોની વાત કરીએ તો, તે કલર્સ પર સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે અને રવિવારે રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ થશે.

Bigg Boss 17

મેકર્સ પ્રોમોનો શુટિંગમાં વ્યસ્ત

વિવાદાસ્પદ રિયાલિટી શો ‘Bigg Boss 17’ને હવે ઓન એર થવામાં ગણતરીના દિવસો જ છે, સલમાન ખાન આ શોના ઘણા પ્રોમો લઈને આવ્યો છે અને આ દિવસોમાં મેકર્સ તમામ કંટેસ્ટંટ સાથે પ્રોમોના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘Bigg Boss 17’ ના ઘણા સ્પર્ધકોના નામ સોશિયલ મીડિયા પર લીક થયા છે, જેમાં ઈશા માલવીયાથી લઈને કંવર ધિલ્લોન સુધીના નામ સામેલ છે.

Bigg Boss 17

આ બધાની વચ્ચે બિગ બોસના ઘરની એક ઝલક સામે આવી. ‘Bigg Boss 17’ ના ફેન પેજ પર શોના લક્ઝરી હાઉસનો અંદરનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ અદભૂત છે. આ વીડિયો જોઈને જ અનુમાન લગાવી શકાય છે કે આ વખતે પણ બિગ બોસનું ઘર વધુ આલીશાન હશે. શોના ઘરને રંગબેરંગી બનાવવામાં આવી રહ્યું છે.

Bigg Boss 17

શોમાં કેટલાક કંટેસ્ટંટને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે

શોની ટેગલાઈન છે ‘દિલ, દિમાગ ઔર દમ’. આ ઉપરાંત તેની બીજી ટેગલાઈન છે, ‘સબકે લિયે સેમ નહીં હોગા ગેમ’, આના પરથી સ્પષ્ટ થાય છે કે ‘Bigg Boss 17’ ની રમત દરેક કંટેસ્ટંટ માટે એકસરખી નહીં હોય. શોના નવા પ્રોમો અનુસાર, બિગ બોસ કેટલાક કંટેસ્ટંટને ખાસ ટ્રીટમેન્ટ અને કેટલાક વિશેષ અધિકારો આપશે. જો કે, કેટલાક કંટેસ્ટંટ માટે આ શો ઘણો મુશ્કેલ હશે.

Bigg Boss 17

‘Bigg Boss 17’ ની થીમ બિગ બોસ 13થી ઘણી મળતી જુલતી આવે છે

તમને જણાવી દઈએ કે આ પહેલા બિગ બોસ 13ની થીમ પણ આવી રાખવામાં આવી હતી, જેમાં એક એલિટ ક્લબ બનાવવામાં આવી હતી. એલીટ ક્લબના લોકોને અનેક પ્રકારની સુખ સુવિધા આપવામાં આવી હતી, જ્યારે બીજા ગ્રુપને ફ્લોર પર સૂવું પડ્યું હતું. તે શોમાં સિંગલ વર્સિસ કનેક્શનની થીમ પણ હતી. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાએ બિગ બોસ 13 વિનર રહ્યો હતો.

Bigg Boss 17

અંકિતા લોખંડે અને વિકી જૈનના બિગ બોસ 17 માટે 200 જોડી કપડાં

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનની એન્ટ્રીની શોમાં પુષ્ટિ માનવામાં આવે છે. અંકિતા શોની સૌથી વધુ કમાણી કરનાર કંટેસ્ટંટ હોવાના પણ સમાચાર છે. આ કપલે શો માટે 200 જોડી ડિઝાઇનર આઉટફિટ્સ તૈયાર કર્યા છે.

Bigg Boss 17

આ શોનો સેટ મુંબઈમાં, સલમાન આખી સિઝન હોસ્ટ નહીં કરે

આ વર્ષે સલમાન ખાન ‘Bigg Boss 17’ શો હોસ્ટ કરવાનો નહોતો, પરંતુ મેકર્સે તેને મનાવી લીધો છે. જો કે, એવા અહેવાલો પણ છે કે સલમાન આખી સિઝન હોસ્ટ નહીં કરે પરંતુ માત્ર પ્રથમ બે મહિના માટે જ હોસ્ટ કરશે. તેનું કારણ તેનું વ્યસ્ત શૂટિંગ શિડ્યુલ છે. સલમાનની લોકપ્રિયતાને જોતા બિગબોસના મેકર્સ પણ તેની શરત માની ગયા હતા. હાલમાં, મેકર્સ સલમાનના સ્ટેન્ડબાય હોસ્ટની શોધમાં છે.

Bigg Boss 17

‘Bigg Boss 17’ ના લોગોમાં મોટા ફેરફાર

આ વર્ષે શોનો લોગો બદલવામાં આવ્યો છે. 17મી સીઝનનો લોગો નારંગી રંગની અનેક બારીઓ અને દરવાજાઓથી બનેલો હશે, જેમાં આગ નીકળતી જોવા મળશે.

Bigg Boss 17’માં અંકિતા લોખંડે બાદ હવે રિયા ચક્રવર્તીની એન્ટ્રી ? – જાણો કંટેસ્ટંટના નામ