Bigg Boss 17 ના મેકર્સે ખખડાવ્યો આ 12 સેલેબ્સનો દરવાજો, TRP લિસ્ટમાં હશે સલમાન ખાનનો જલવો

Bigg Boss 17 Confirm Contestants List: સલમાન ખાનનો ફેમસ રિયાલિટી શો “Bigg Boss 17” 15 ઓક્ટોબરથી ટીવી પર આવવા જઈ રહ્યો છે. શો શરૂ થવામાં માત્ર 10 દિવસ બાકી છે. ત્યારે આ સિઝનમાં કયા સેલેબ્સ શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે તે જાણવા માટે દરેક લોકો બેતાબ થઇ રહ્યા છે.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Bigg Boss 17 માં અંકિતા લોખંડે, વિકી જૈન, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના નામની પુષ્ટિ થઈ ગઈ છે. અભિનેતા ફહમાન ખાને પણ શોમાં તેની એન્ટ્રી અંગે મૌન તોડ્યું છે. ત્યારે એક રીપોર્ટમાં સલમાન ખાનના શો Bigg Boss 17 ના કંટેસ્ટેંટ્સની કન્ફર્મ લિસ્ટ જણાવવામાં આવી, તો ચાલો જાણીએ.

અંકિતા લોખંડે અને વિકી જૈન (Ankita Lokhande) (Vicky Jain)

આ યાદીમાં પહેલું નામ અભિનેત્રીઓ અંકિતા લોખંડે અને વિકી જૈનનું છે. રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ બિગ બોસના ઘરમાં કેદ થવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ બંને લગભગ 200 કપડાં સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશે.

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ (Aishwarya Sharma) (Neil Bhatt)

‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ પણ ‘બિગ બોસ 17’નો ભાગ હશે. શો માટે બંનેના નામ કન્ફર્મ થઈ ગયા છે.

ઈશા સિંહ (Eisha Singh)

ફેમસ ટીવી એક્ટ્રેસ ઈશા સિંહ પણ ‘બિગ બોસ 17’ના ઘરમાં એન્ટ્રી કરશે. જોકે, અત્યાર સુધી ઈશાએ સલમાન ખાનના શોમાં તેની એન્ટ્રી પર પોતાનું મૌન તોડ્યું નથી.

હર્ષ બેનીવાલ (Harsh Beniwal)

ફેમસ યુટ્યુબર હર્ષ બેનીવાલ પણ ‘બિગ બોસ 17’માં ધૂમ મચાવતો જોવા મળશે. આ શો માટે હર્ષનું નામ પણ કન્ફર્મ થઈ ગયું છે.

ઈશા માલવિયા (Isha Malviya)

આ શો માટે ‘ઉદારિયાં’ ફેમ ઈશા માલવિયાનું નામ પણ કન્ફર્મ થઈ ગયું છે. અભિનેત્રીએ પોતે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ‘બિગ બોસ 17’માં પ્રવેશવાનો સંકેત આપ્યો છે.

જય સોની (Jay Soni)

અભિનેતા જય સોની તાજેતરમાં જ સ્ટાર પ્લસના પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો ભાગ બન્યો છે. હવે જો રિપોર્ટ્સનું માનીએ તો જય સોની ‘બિગ બોસ 17’નો ભાગ હશે.

કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક (Kanwar Dhillon) (Alice Kaushik)

ફેમસ ટીવી કપલ કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક પણ સલમાન ખાનના શોમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો કપલે શોમાં એન્ટ્રીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

સમર્થ જુરેલ (Samarth Jurel)

અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ઉદારિયાં’ એક્ટર સમર્થ જુરેલ પણ બિગ બોસ 17નો ભાગ હશે. જો કે, અભિનેતાએ હજી સુધી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ફહમાન ખાન (Fahmaan Khan)

‘ઇમલી’ ફેમ ફહમાન ખાન વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અભિનેતા ‘બિગ બોસ 17’નો ભાગ હશે. જોકે, ફહમને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે અત્યારે આ માટે તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ટીવી પર સૌથી વધુ જોવાયેલા રિયાલિટી શો Bigg Boss માં ઘણા કંટેસ્ટેંટ્સ આવ્યા છે, જેમાંથી દરેકની પોતાની આગવી કહાની છે. તેમના ભવ્ય જીવનને બાજુ પર રાખીને આ કંટેસ્ટેંટ મહિનાઓથી અન્ય લોકો સાથે ઘરની અંદર બંધ હતા અને કહેવાની જરૂર નથી, કેટલાક સેલેબ્સે બિગ બોસના ઘરમાં રહેવા માટે મોટી રકમ વસૂલ કરી છે.

ઈમલી ફેમ સુમ્બુલ તૌકીર ખાનથી લઈને ટીવીની પ્રખ્યાત વહુ દીપિકા કક્કર સુધી… ઘણા સેલેબ્સ એવા છે જેમણે સલમાન ખાનના શોમાં હાજરી આપવા માટે સૌથી મોટી રકમ વસૂલી છે. Bigg Boss ની 17મી સીઝન હવે ગણતરીના દિવસોમાં જ આવી રહી છે અને આ સિઝનની હાઇએસ્ટ પેઇડ કંટેસ્ટેંટ અંકિતા લોખંડે કહેવામાં આવી રહી છે, ત્યારે આ પહેલા પણ ઘણા એવા કંટેસ્ટેંટ્સ હતા જેમણે શોનો ભાગ બનવા માટે સૌથી વધુ ફી વસૂલી હતી.

પામેલા એન્ડરસન

ફેમસ સીરિયલ બેવોચમાં સીજે પાર્કરનું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનારી પામેલા એન્ડરસનને કોઈ ઓળખની જરૂર નથી. બિગ બોસ સીઝન 4માં આવવા માટે પામેલા એન્ડરસને માત્ર ત્રણ દિવસ માટે 2 કરોડ રૂપિયા ફી લીધી હતી.

શ્રીસંત

બિગ બોસ સીઝન 12: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર શ્રીસંતે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. શ્રીસંતે બિગ બોસના ઘરમાં રહેવા માટે દર અઠવાડિયે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

ખલી

બિગ બોસ સીઝન 4માં ખલીએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ધ ગ્રેટ ખલી બિગ બોસ સીઝન 4ના ગ્રાન્ડ ફિનાલેનો પ્રથમ રનર અપ હતો. ખલીએ બીબી હાઉસ જવા માટે દર અઠવાડિયે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

કરણવીર બોહરા

બિગ બોસ 12માં અભિનેતા કરણવીર બોહરાએ ભાગ લીધો હતો. તે આ શોનો વિનર તો ન બની શક્યો પરંતુ કરણવીરે પોતાની જર્નીથી બધાને પ્રભાવિત કર્યા. કરણવીરને દર અઠવાડિયે 20 લાખ રૂપિયાની ફી આપવામાં આવી હતી.

દીપિકા કક્કર

ટીવીની જાણીતી એક્ટ્રેસ દીપિકા કક્કર બિગ બોસ 12નો ભાગ બની હતી. અભિનેત્રીએ આ ઘરમાં રહેવા માટે દર અઠવાડિયે 15 લાખ રૂપિયા લીધા હતા.

સુમ્બુલ તૌકીર ખાન

બિગ બોસ સીઝન 16 ઇમલી ફેમ સુમ્બુલ તૌકીર ખાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી. બિગ બોસના ઘરમાં પ્રવેશવા માટે અભિનેત્રીએ મોટી રકમ વસૂલી હતી. તેણે દર અઠવાડિયે 12 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

કરિશ્મા તન્ના

બિગ બોસ સીઝન 8 કરિશ્મા તન્નાએ ઘણી હેડલાઈન્સ બનાવી છે. અભિનેત્રી દર અઠવાડિયે 10 લાખ રૂપિયા ફી વસૂલી હતી.

સિદ્ધાર્થ શુક્લા

બિગ બોસ સીઝન 13માં ફેન્સે સિદ્ધાર્થ શુક્લાને ઘણો પ્રેમ આપ્યો હતો. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી દરેકને પસંદ પડી હતી. સિદ્ધાર્થે બીબી હાઉસમાં રહેવા માટે દર અઠવાડિયે 9 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

કરણ કુન્દ્રા

બિગ બોસ સીઝન 15 કરણ કુન્દ્રા તેજસ્વી પ્રકાશ સાથેના સંબંધોને કારણે ખૂબ જ પ્રખ્યાત થયો હતો. આ એક્ટરે આખી સિઝન માટે 4.5 કરોડ રૂપિયા પણ લીધા હતા.

રિમી સેન

અભિનેત્રી રિમી સેને બિગ બોસ સીઝન 9 માં પ્રવેશવા માટે 2 કરોડ રૂપિયા ફી લીધી હતી. રિમી સેન પણ બિગ બોસ 9ની સૌથી મોંઘી સ્પર્ધકોમાંથી એક હતી.

One thought on “Bigg Boss 17 ના મેકર્સે ખખડાવ્યો આ 12 સેલેબ્સનો દરવાજો, TRP લિસ્ટમાં હશે સલમાન ખાનનો જલવો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now