Salman Khan Bigg Boss 17 Premiere: બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનના લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો Bigg Boss 17 ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Bigg Boss 17 ને લઈને લગભગ દરરોજ કોઈને કોઈ અપડેટ સામે આવતી રહે છે. ત્યારે હવે Bigg Boss 17 ના પ્રીમિયર, થીમ અને કંટેસ્ટેંટ્સ વિશેની માહિતી તેમજ તમામ વિગતો અમે તમારા માટે લઇને આવ્યા છીએ.

Bigg Boss 17 ક્યારે શરૂ થશે?
તાજેતરમાં જ સલમાન ખાનના શો ‘બિગ બોસ 17’નો પ્રોમો વીડિયો રિલીઝ થયો હતો. જેમાં સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે આ વખતે ઘરની અંદર દિલ, દિમાગ અને શક્તિની રમત જોવા મળશે. આ પ્રોમો રિલીઝ થયા પછી દરેક લોકો Bigg Boss 17 ના પ્રીમિયર માટે આતુર છે. જણાવી દઈએ કે Bigg Boss 17 નું ગ્રાન્ડ પ્રીમિયર 15 ઓક્ટોબરે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે અને 11:00 વાગ્યા સુધી ચાલશે.

‘Bigg Boss 17’નું ભવ્ય પ્રીમિયર ક્યાં જોઇ શકાશે
Bigg Boss 17 ના પ્રીમિયરની રિલીઝ ડેટ જાહેર થતાં જ ચાહકો આ શો માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કલર્સ ટીવી ચેનલ પર Bigg Boss 17 નું ભવ્ય પ્રીમિયર અને આ સીઝન જોઈ શકાશે. આ શો સોમવારથી શુક્રવાર સુધી કલર્સ પર રાત્રે 10 થી 11 વાગ્યામાં ટેલિકાસ્ટ થશે. જ્યારે ઓનલાઈન તમે OTT પ્લેટફોર્મ Jio Cinema પર ‘Big Boss 17’ લાઈવ જોઈ શકો છો.

Bigg Boss 17 કંટેસ્ટેંટ્સની યાદી
આ વખતે Bigg Boss 17 ના કંટેસ્ટેંટ્સની થીમ સિંગલ વર્સિસ કપલ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં કુલ 20 કંટેસ્ટેંટ્સ એન્ટ્રી લેશે, જેમાંથી કેટલાક કપલ હશે અને કેટલાક સિંગલ હશે. તમને કહી દઇએ કે, હજુ કંટેસ્ટેંટ્સના નામની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Bigg Boss 17 ના ઘરની થીમ
કંટેસ્ટેંટ્સની જેમ ‘Bigg Boss 17’ નું ઘર પણ આ વખતે એક ખાસ થીમ પર આધારિત છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર Bigg Boss 17 ના ઘરની અંદરનો વીડિયો સામે આવ્યો હતો, જેના કારણે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે ‘બિગ બોસ 17’ના ઘરની થીમ બિગ બોસ સીઝન 7 જેવી જ હશે.ઘરમાં રહેતા સભ્યો માટે લક્ઝરી અને નોન-લક્ઝરી સેક્શન બનાવવામાં આવશે.

Bigg Boss 17 નું ગ્રાન્ડ પ્રીમિયર 15 ઓક્ટોબરે
લોકપ્રિય રિયાલિટી શો Bigg Boss 17 નું ગ્રાન્ડ પ્રીમિયર 15 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, તે પહેલા જ સેટનો જે અંદરનો વીડિયો લીક થયો હતો, તેમાં ઘરની અંદરનો નજારો ખૂબ જ રંગીન અને વૈભવી જોવા મળી રહ્યો હતો.

કાસ્ટિંગ ડાયરેક્ટર આકાશ શર્મા, જે કલર્સ ચેનલ અને એન્ડ મોલના પ્રોડક્શન હાઉસ BANIJAY માટે કામ કરે છે, તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી Bigg Boss 17 હાઉસનો અંદરનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઘર નિર્માણાધીન દેખાઈ રહ્યું છે, જેનું કામ હજુ પૂર્ણ થયું નથી. આ શોનું 15 ઓક્ટોબરે પ્રીમિયર છે.

અંકિતા લોખંડે-વિકી જૈન બિગ બોસ 17માં 200 જોડી કપડાં લઇ જશે
અહેવાલો અનુસાર, અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનની કંટેસ્ટેંટ્સની લિસ્ટમાં પુષ્ટિ માનવામાં આવે છે. અંકિતા શોની સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક હોવાના પણ સમાચાર છે. આ કપલે શો માટે 200 જોડી ડિઝાઇનર આઉટફિટ્સ તૈયાર કર્યા છે.

શોનો મુંબઈમાં સેટ, સલમાન આખી સિઝન નહીં કરે હોસ્ટ
આ વર્ષે સલમાન ખાન બિગ બોસ 17 ને હોસ્ટ કરવાના નહોતા, પરંતુ મેકર્સે તેને મનાવી લીધા. જો કે, એવા અહેવાલો પણ છે કે સલમાન આખી સિઝન હોસ્ટ નહીં કરે પરંતુ માત્ર પ્રથમ બે મહિના માટે જ હોસ્ટ કરશે. તેનું કારણ વ્યસ્ત શૂટિંગ શિડ્યુલ છે. સલમાનની લોકપ્રિયતાને જોતા બિગ બોસના મેકર્સ પણ તેની શરત માની ગયા. હાલમાં, મેકર્સ સલમાનના સ્ટેન્ડબાય હોસ્ટની શોધમાં છે.

બિગ બોસ 17ના લોગોમાં પણ મોટા ફેરફારો થયા છે
આ વર્ષે શોનો લોગો બદલવામાં આવ્યો છે. 17મી સીઝનનો લોગો નારંગી રંગની અનેક બારીઓ અને દરવાજાઓથી બનેલો હશે જેમાંથી આગ નીકળતી દેખાશે.
View this post on Instagram
Bigg Boss ની અપડેટ અને વીડિયો માટે અહીં કરો ક્લિક- જુઓ