Tag Archives: big

Bigg Boss 17’માં અંકિતા લોખંડે બાદ હવે રિયા ચક્રવર્તીની એન્ટ્રી ? – જાણો કંટેસ્ટંટના નામ

Bigg Boss 17 : સલમાન ખાનના ફેમસ અને વિવાદિત શો બિગ બોસ ઓટીટી 2 ખત્મ થયા બાદ હવે બિગ બોસ 17ને લઇને દર્શકો ઘણા એક્સાઇટેડ છે. Bigg Boss 17ને લઇને રોજ કોઇના કોઇ અપડેટ સામે આવતી રહે છે.

Bigg Boss 17

મેકર્સ સિઝન 17ને વધારે દિલચસ્પ બનાવવામાં જોડાયા છે. શોનો પ્રોમો પણ સામે આવી ચૂક્યો છે. એવામાં હવે બધાની નજર કંટેસ્ટંટ પર જ અટકી છ. દર વખતે જોવામાં આવે છે કે દર્શક બિગ બોસના ઘરની થીમ અને કંટેસ્ટંટની લિસ્ટ જાણવા માટે બેતાબ રહે છે. કેટલાક નામ પહેલાથી જ શોનો ભાગ બનવાને લઇને ચર્ચામાં છે. ત્યારે હાલમાં એક નામ સામે આવ્યુ છે જે સાંભળી કદાચથી તમને ઝાટકો લાગી શકે છે. શોમાં સુશાંત રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની એન્ટ્રી થવાની ચર્ચા જોરો પર છે. બિગ બોસ 17ને લઇને સોશિયલ મીડિયા પર ખબરો આવી રહી છે કે રિયા ચક્રવર્તીને અપ્રોચ કરવામાં આવી રહી છે. બિગ બોસના એક ફેન પેજ અનુસાર, મેકર્સ અને રિયા વચ્ચે વાતચીત જારી છે. બીજી તરફ વાત કરીએ તો, અંકિતા લોખંડે અને તેના પતિ વિક્કી જૈનનું નામ બિગ બોસ 17ના કંટેસ્ટંટની લિસ્ટમાં હોવાનું કહેવાઇ રહ્યું હતુ.

Bigg Boss 17

હાલમાં જ ટેલીચક્કરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે અંકિતા ‘Bigg Boss 17‘નો ભાગ બનવા જઈ રહી છે. જણાવી દઈએ કે સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસની 17મી સિઝનનો પ્રોમો હાલમાં જ રિલીઝ થયો છે. જેમાં સલમાન ખાન કહેતો જોવા મળ્યો હતો કે આ વખતે સ્પર્ધકોએ તેમના દિલ, દિમાગ અને આત્માથી કામ કરવું પડશે. તેણે પ્રોમોમાં શોની રિલીઝ ડેટ જાહેર કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો ઓક્ટોબરના મધ્યમાં ઓન એર થઈ શકે છે. જોકે, શોની રિલીઝ ડેટ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. તાજેતરમાં જ ‘બિગ બોસ 17’ના પહેલા કન્ફર્મ કન્ટેસ્ટન્ટનું નામ સામે આવ્યું. જો અહેવાલોનું માનીએ તો લોકપ્રિય ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે આ વર્ષે બિગ બોસના ઘરમાં કેદ થવાની તૈયારીમાં છે.

Bigg Boss 17ના કંટેસ્ટંટના નામ

અંકિતા લોખંડે (Ankita Lokhande)


‘બિગ બોસ 17’માં અભિનેત્રી અંકિતા લોખંડેનું નામ કન્ફર્મ થઈ ગયું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અને લોકપ્રિય ટીવી એક્ટ્રેસ અંકિતા આ વર્ષે બિગ બોસના ઘરમાં કેદ થશે. એવી પણ ખબરો છે કે તે તેના પતિ વિકી જૈન સાથે આ શોનો ભાગ બનશે.

અભિષેક મલ્હાન (Abhishek Malhan)

bigg boss 17 Abhishek Malhan

 

આ લિસ્ટમાં ‘બિગ બોસ OTT 2’ રનર અપ અને ફેમસ યુટ્યુબર અભિષેક મલ્હાન ઉર્ફે ફુકરા ઈન્સાનનું નામ પણ સામેલ છે. અભિષેકે પોતે જ ખુલાસો કર્યો હતો કે તેણે ‘બિગ બોસ 17’ના મેકર્સ સાથે મીટિંગ કરી હતી.

મુનવ્વર ફારુકી (Munawar Faruqui)

bigg boss 17 Munawar Faruqui

 

વિવાદાસ્પદ કોમેડિયન અને ‘લોકઅપ’ વિજેતા મુનવ્વર ફારુકી પણ ‘બિગ બોસ 17’માં જોવા મળશે. જો રિપોર્ટ્સનું માનીએ તો શોમાં મુનવ્વરના નામની પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ કોમેડિયન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઈશા માલવિયા (Isha Malviya)

bigg boss 17 Isha Malviya

 

‘ઉદારિયાં’ ફેમ ઈશા માલવિયાનું નામ પણ ‘બિગ બોસ 17’ માટે કન્ફર્મ માનવામાં આવે છે. જોકે, ખુદ ઈશાએ હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી.

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ (Aishwarya Sharma And Neil Bhatt)

bigg boss 17 Aishwarya Sharma And Neil Bhatt

 

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના નામ પણ ‘બિગ બોસ 17’માં કન્ફર્મ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાને ‘ખતરો કે ખિલાડી’ શોમાં બિગ બોસ તરફથી ઓફર મળી હતી.

કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક (Kanwar Dhillon and Alice Kaushik)

Kanwar Dhillon and Alice Kaushik)

 આ પણ વાંચો :રંગીન હશે ‘bigg boss season 17’ની દુનિયા, સામે આવ્યો પ્રોમો, જોઈ લો bigg boss 17 contestants list 

‘પંડ્યા સ્ટોર’ના સ્ટાર્સ કંવર ધિલ્લોન અને અને કૌશિક પણ આ શોમાં જોવા મળશે. ‘બિગ બોસ 17’માં આ કપલના નામની પણ પુષ્ટિ થઈ છે.

અનુરાગ ડોભાલ (Anurag Doval)


પ્રખ્યાત યુટ્યુબર અનુરાગ ડોભાલ પણ ‘બિગ બોસ 17’નો ભાગ હશે. જો અહેવાલોનું માનીએ તો અનુરાગ શોમાં જોરશોરથી ઘરના સભ્યોની બેન્ડ વગાડશે.

ઈશા સિંહ (Eisha Singh)

Eisha Singh

 

લોકપ્રિય ટીવી અભિનેત્રી ઈશા સિંહ પણ ‘બિગ બોસ 17’નો ભાગ બનશે. જો રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સ દ્વારા ઈશાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે ઈશાએ હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ટ્વિંકલ અરોરા (Twinkle Arora)

Twinkle Arora

‘ઉદારિયાં’ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પણ ‘બિગ બોસ 17’નો ભાગ હશે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના શો માટે ટ્વિંકલનો સંપર્ક કરવામાં આવ્યો છે.

વિવેક ચૌધરી અને ખુશી ચૌધરી (Vivek Chaudhary And Khushi Chaudhary)

Vivek Chaudhary And Khushi Chaudhary

 

ફેમસ યુટ્યુબર્સ વિવેક ચૌધરી અને ખુશી ચૌધરી પણ બિગ બોસના ઘરમાં કેદ થવાના છે. આ બંને ફુકરા ઇન્સાન અને એલ્વિશ યાદવની જેમ દર્શકોનું ખૂબ મનોરંજન કરશે.