સલમાન ખાનની ફિલ્મ Tiger 3નું ટીઝર હાલમાં જ રિલીઝ થયુ. સલમાન ખાનના ચાહકો માટે એ દિવસ ખૂબ જ ખાસ હતો. ટીઝર સામે આવ્યા બાદથી જ ચાહકોની ઉત્સુકતા ફિલ્મને લઇને વધી ગઇ. પઠાણ બાદ હવે ચાહકો ટાઇગર-3ને લઇને ઘણા ઉત્સાહિત છે, કારણ કે જેમ પઠાણમાં ટાઇગર તરીકે સલમાનનો કેમિયો હતો, તેવી જ રીતે શાહરૂખ ખાન ટાઇગર 3માં પઠાણની ભૂમિકામાં જાદુ સર્જતો જોવા મળશે. ત્યારે ટાઇગરનો મેસેજ સામે આવ્યા બાદ અમે તમને જણાવીએ કે સલમાને ફિલ્મમાં કામ કરવા માટે કેટલી મોટી ફી લીધી છે. ટાઈગર 3 માટે અભિનેતાને 100 કરોડ રૂપિયા મળ્યા હોવાના અહેવાલ છે.

જો કે, કેટરીના કૈફને સલમાન ખાન કરતા ઘણી ઓછી ફી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીને 10 કરોડ રૂપિયા ચાર્જ કરાયા છે. ફિલ્મમાં તે સલમાનની પત્ની ઝોયાની ભૂમિકામાં છે.
ઈમરાન હાશ્મી ટાઈગર 3માં સલમાન ખાનને ટક્કર આપતા જોવા મળશે. ઈમરાન વિલનના રોલમાં જોવા મળવાનો છે અને આ માટે તેણે 2.5 કરોડ રૂપિયા ફી લીધી છે.

આશુતોષ રાણા પણ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તેને 60 લાખ રૂપિયાની ફી મળી છે.
રણવીર શૌરીઃ રણવીર શૌરીએ ટાઇગરની આગળની ફિલ્મોમાં ગોપીની ભૂમિકા ભજવી હતી, જે ટાઈગરનો મિત્ર અને RAW એજન્ટ છે. આ વખતે પણ રણવીર આ જ રોલમાં જોવા મળશે અને આ માટે તેણે 50 લાખ રૂપિયા ફી લીધી છે.
રિદ્ધિ ડોગરાઃ રિદ્ધિ ડોગરા હાલમાં જ ફિલ્મ જવાનમાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં હવે તે સલમાન ખાન સાથે ટાઇગર 3માં જોવા મળશે. રિપોર્ટ અનુસાર, તેને ટાઇગર 3 માટે 30 લાખ રૂપિયાની ફી મળી છે.
વિશાલ જેઠવાઃ રિપોર્ટ્સ અનુસાર આ વખતે વિશાલ જેઠવા પણ ફિલ્મનો એક ભાગ છે. વિશાલ જેઠવાએ દરેક વખતે પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. રિપોર્ટ અનુસાર, તેને ટાઇગર 3 માટે 20 લાખ રૂપિયાની ફી મળી છે.

પઠાણ ફેમ શાહરૂખ ખાન ટાઈગર 3માં જોવા મળશે. શાહરૂખ સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. બંનેને ફરી એકવાર સાથે જોવા માટે ચાહકો આતુર છે.
ટાઇગર 3 નું નિર્દેશન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ દીવાળી પર રિલીઝ માટે તૈયાર છે. ટાઇગર 3 હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.
એક થા ટાઈગરનું નિર્દેશન કબીર ખાને કર્યું હતું અને યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત હતી. તે પછી તેની સિક્વલ આવી ટાઈગર ઝિંદા હૈ, ત્યારે હવે સલમાન ટાઇગર 3 દ્વારા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે.
ફિલ્મો સિવાય સલમાન ખાન બિગ બોસ 17ને લઇને ઘણો ચર્ચામાં છે. કલર્સ પર આ શો 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.