Toyota Rumion Waiting Period : હાલમાં જ ઇન્ડિયન કાર માર્કેટમાં ટોયોટા કંપનીએ 7 સીટર MPV ગાડી Rumionને લોન્ચ કરી છે, જેની શરૂઆતની કિંમત 10.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ગાડી કંપની તરફથી 3 વેરિઅન્ટ અને 5 કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવે છે.

6 મહિના સુધી વેઇટિંગ પીરિયડ
ટોયોટા કંપનીની આ 7 સીટર કારનો મુંબઈમાં 6 મહિનાનો અને પંજાબમાં 4 મહિનાનો વેઈટિંગ પિરિયડ છે. આ વેઇટિંગ પીરિયડ પૂરા વેરિઅન્ટ રેંજ પર એપ્લીકેબલ છે . આ વેઇટિંગ પીરિયડ વધુ જાણવા માટે, તમે નજીકની ટોયોટા ડીલરશીપનો પણ સંપર્ક કરી શકો છો.

સેફ્ટી માટે 4 એરબેગ્સ આપવામાં આવી છે
આ કારમાં સેફ્ટી માટે 4 એરબેગ્સ આપવામાં આવી છે, હિલ હોલ્ડ અસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ કેમેરા અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે. ભારતીય કાર માર્કેટમાં આ કાર મારુતિ અર્ટિગા, મહિન્દ્રા મરાઝો, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા અને કિયા કરેન્સને ટક્કર આપશે.

વાહનની માઈલેજ 20.51 kmpl
આ વાહનની માઈલેજ પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં 20.51 kmpl અને CNGમાં 26.11 kmpl છે. આ વાહનના ઈન્ટિરિયરમાં 7 ઈંચની ટચ સ્ક્રીન સિસ્ટમ, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ અને પેડલ શિફ્ટર્સ જેવી સુવિધાઓ છે.

3 વેરિઅન્ટ અને 6 ટ્રિમમાં રજૂ કરવામાં આવી
આ કારને કુલ 3 વેરિઅન્ટ અને 6 ટ્રિમમાં રજૂ કરવામાં આવી છે, જેમાં CNG વિકલ્પ પણ ઉપલબ્ધ છે. Toyota Rumionની કિંમત 10.29 લાખ રૂપિયાથી 11.24 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. Toyota Rumion કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તી 7-સીટર કાર છે અને મોટા પરિવારો માટે સારી છે. તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ગયું છે, જેને ગ્રાહકો 11,000 રૂપિયાની ટોકન રકમથી બુક કરાવી શકે છે. તેના CNG વેરિઅન્ટની કિંમત રૂ. 11.24 લાખથી શરૂ થાય છે, જે અંગે કંપનીનો દાવો છે કે આ કાર 26 કિમી/કિલો સુધીની માઈલેજ આપે છે.

કેવી છે Toyota Rumion ?
ટોયોટા કહે છે કે સંપૂર્ણ નવી Toyota Rumionને આરામ, વિશેષતાઓથી ભરપૂર અને પરફોર્મન્સ મેળવવા માંગતા પરિવારોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર તેની જગ્યા ધરાવતી કેબિન અને આંતરિક ભાગમાં જોવા મળતી અદ્યતન સુવિધાઓને કારણે ગ્રાહકોને આરામદાયક ડ્રાઇવિંગનો અનુભવ પ્રદાન કરશે. કંપનીએ આ કારને પેટ્રોલ એન્જિન તેમજ નિયો ડ્રાઈવ (ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર – આઈએસજી) ટેક્નોલોજી અને ઈ-સીએનજી ટેક્નોલોજીથી સજ્જ કરી છે.

એન્જિન અને પરફોર્મન્સ
Toyota Rumionમાં, કંપનીએ 1.5 લિટર કેપેસિટીના K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે અર્ટિગાની જેમ CNG વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ હશે. પેટ્રોલ મોડમાં આ કાર 75.8 kw પાવર આઉટપુટ અને 136.8 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 64.6 kwનો પાવર અને 121.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.

જબરદસ્ત માઇલેજ
કંપનીનું કહેવું છે કે નવી નીઓ ડ્રાઈવ ટેક્નોલોજી અને E-CNG ટેક્નોલોજી આ કારની માઈલેજને વધારે છે. ટોયોટાનો દાવો છે કે તેનું પેટ્રોલ વર્ઝન 20.51 કિમી પ્રતિ લિટર સુધીની માઈલેજ આપશે અને CNG વેરિઅન્ટ 26.11 કિમી પ્રતિ કિલો સુધીની માઈલેજ આપશે. આ કાર પેટ્રોલ (નિયો ડ્રાઇવ) અને CNG એમ બંને ઇંધણ વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે.
કાર આ ફીચર્સથી સજ્જ છે
Toyota Rumionને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે 17.78 સેમી સ્માર્ટ પ્લે કાસ્ટ ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ, 55 પ્લસ ફીચર્સ સાથે ટોયોટા i-Connect, રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ, લોક/અનલૉક, સ્માર્ટવોચ સુસંગતતા જેવી સુવિધાઓ મળે છે.
કનેક્ટિવિટી સુવિધાઓ
વાહનના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સાથે, કોઈપણ ખામીના કિસ્સામાં એલર્ટ સર્વિસ કનેક્ટ જેવી સુવિધા આપવામાં આવી છે. આ સિવાય ઓટો કોલિઝન નોટિફિકેશન, ટો એલર્ટ, ફાઇન્ડ માય કાર, પેડલ શિફ્ટર સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
Toyota Rumion માં ટચસ્ક્રીન સિસ્ટમ Toyota ના ઇન્ટરફેસ સાથે આવે છે. તમે તેને સ્માર્ટવોચથી પણ કંટ્રોલ કરી શકો છો. ફ્રન્ટ ફોગ લેમ્પ, સેન્ટ્રલ લોકિંગ, રીઅર પાર્કિંગ કેમેરા, રીઅર પાર્કિંગ સેન્સર, સિક્યુરિટી એલાર્મ, સ્પીડ સેન્સિટિવ ઓટો ડોર લોક, હાઇ સ્પીડ એલર્ટ સિસ્ટમ, સીટબેલ્ટ રિમાઇન્ડર ઉપલબ્ધ છે. સ્ટીયરીંગ વ્હીલ, ક્રુઝ કંટ્રોલ, ઓટો હેડલેમ્પ, ફ્રન્ટ સાઇડ એરબેગ્સ અને રિયર પાર્કિંગ કેમેરા ઉપલબ્ધ છે.